વિશ્વના સૌથી મોંઘા તકિયાની કિંમત છે ૪૫ લાખ રૂપિયા

26 June, 2022 08:40 AM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

આ તકિયાને બનાવતાં પહેલાં એના ઉત્પાદકોએ વિશેષ સંશોધન કર્યા બાદ વધુ આરામદાયક તકિયો તૈયાર કર્યો છે

તકિયા

વિશ્વમાં વૈભવી કાર કે ઘર વગેરે વિશે બધાએ સાંભળ્યું હશે, પરંતુ અહીં વાત છે વિશ્વના સૌથી મોંઘા તકિયાની. મીડિયા અહેવાલો મુજબ નેધરલૅન્ડ્સના ફિઝિયોથેરપિસ્ટ દ્વારા વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવેલા આ તકિયાની કિંમત ૫૭,૦૦૦ ડૉલર (લગભગ ૪૫ લાખ રૂપિયા) છે. આ તકિયામાં એવી શી વિશેષતા છે કે એની આટલી બધી કિંમત છે. લગભગ ૧૫ વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલા આ તકિયાને બનાવતાં પહેલાં એના ઉત્પાદકોએ વિશેષ સંશોધન કર્યા બાદ વધુ આરામદાયક તકિયો તૈયાર કર્યો છે.  

આ તકિયાની મુખ્ય વિશેષતા એ છે કે એમાં અત્યંત કીમતી કહી શકાય એવું સોનું, હીરા, નીલમ વગેરે ભરવામાં આવ્યાં છે. આ તકિયામાં ભરેલું રૂ રોબોટિક મિલિંગ મશીનમાંથી તૈયાર કરાયું છે. તકિયાની ચેઇનમાં ચાર હીરા જડેલા છે. બ્રૅન્ડેડ બૉક્સમાં પૅક કરીને વેચવામાં આવતો આ તકિયો અનિદ્રાના રોગીઓને ઊંઘવામાં મદદરૂપ પુરવાર થઈ શકે છે.

offbeat news international news