વિશ્વમાં લૉલીપૉપની સૌથી લાંબી લાઇનનો રેકૉર્ડ બન્યો

05 October, 2022 09:43 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

આ રેકૉર્ડ કાયમ કરવા માટે એકસાથે ઓછામાં ઓછી ૯,૯૯૯ લૉલીપૉપની લાઇન બનાવવી પડે

વિશ્વમાં લૉલીપૉપની સૌથી લાંબી લાઇનનો રેકૉર્ડ બન્યો

સાઉથ આફ્રિકાના નૅશનલ સી રેસ્ક્યુ ઇન્સ્ટિટ્યૂટ (એનએસઆરઆઇ)ની સ્થાપના ૧૯૬૭માં કરવામાં આવી હતી. આ સંગઠનના કાર્યકરોએ વિશ્વની સૌથી લાંબી લૉલીપૉપની લાઇન બનાવવાની ચૅલેન્જ ઉપાડી હતી. આ રેકૉર્ડ કાયમ કરવા માટે એકસાથે ઓછામાં ઓછી ૯,૯૯૯ લૉલીપૉપની લાઇન બનાવવી પડે. લાઇનમાંની બધી લૉલીપૉપ એકમેકને અડીને રાખવામાં આવવી જોઈએ. જો આ લાઇન તૂટે તો રેકૉર્ડ ન બની શકે. માત્ર ૯૦ મિનિટમાં એક કિલોમીટર કરતાં વધુ લાંબા વિસ્તારમાં રેકૉર્ડ બનાવવા ૧૧,૬૦૨ લૉલીપૉપ બોર્ડવૉક પર મુકાઈ ગઈ હતી. એક તબક્કે આખી ઘટનાનું રેકૉર્ડિંગ કરતું ડ્રોન સહેજ નીચેથી ઊડતાં લૉલીપૉપની લાઇન હલી ગઈ હતી, પણ એને તરત જ સરખી કરી લેવામાં આવી હતી. લાઇન એટલી લાંબી હતી કે એની ગણતરી માટે નિર્ણાયકોએ પાંચ જણની મદદ લેવી પડી હતી.

offbeat news south africa international news cape town