સાડાસાત અબજનો વિશ્વનો સૌથી મોટો ‘નીલમ - સેફાયર ક્લસ્ટર’ મળ્યો

30 July, 2021 11:11 AM IST  |  Sri Lanka | Gujarati Mid-day Correspondent

૫૧૦ કિલો અથવા ૨.૫ મિલ્યન કૅરૅટના એ સ્ટાર સેફાયર ક્લસ્ટરની કિંમત ૧૦૦ મિલ્યન ડૉલર (અંદાજે ૭૪૩ કરોડ રૂપિયા) હોવાનો અંદાજ રાખવામાં આવે છે

નીલમ - સેફાયર ક્લસ્ટર

શ્રીલંકાના રત્નપુરા વિસ્તારમાં રત્નોના એક વેપારીના ઘર સામે કૂવો ખોદતાં ‘નીલમ’ રત્નોનો જથ્થો મળી શકે એવો ખડક-ગઠ્ઠો મળ્યો હતો. એ ‘નીલમ સમૂહ’ સ્ટાર સેફાયર ક્લસ્ટર નામે ઓળખાય છે. ૫૧૦ કિલો અથવા ૨.૫ મિલ્યન કૅરૅટના એ સ્ટાર સેફાયર ક્લસ્ટરની કિંમત ૧૦૦ મિલ્યન ડૉલર (અંદાજે ૭૪૩ કરોડ રૂપિયા) હોવાનો અંદાજ રાખવામાં આવે છે. એ વાદળી રંગનો ક્લસ્ટર ‘સેરેપિન્ડિટી સેફાયર’ તરીકે ઓળખાય છે. શ્રીલંકાના નૅશનલ જેમ ઍન્ડ જ્વેલરી ઑથોરિટીના ચૅરમૅન તિલક વીરાસિંઘેએ ‘સેરેપિન્ડિટી સેફાયર’ અત્યાર સુધીનો સૌથી મોટા કદનો સેફાયર ક્લસ્ટર હોવાની શક્યતા દર્શાવી છે.

offbeat news international news sri lanka