દુનિયાનું સૌપ્રથમ વર્ચ્યુઅલ રિયલિટી જિમ,વિડિયો-ગેમ રમતાં એક્સરસાઇઝ કરો

19 May, 2019 07:52 AM IST  |  સૅન ફ્રાન્સિસ્કો

દુનિયાનું સૌપ્રથમ વર્ચ્યુઅલ રિયલિટી જિમ,વિડિયો-ગેમ રમતાં એક્સરસાઇઝ કરો

VR ગિયર્સ પહેરીને કરો કસરત

કસરત કરવી જોઈએ એવું બધાને સમજાય છે, પણ કરવાનો બહુ કંટાળો આવે છે. એના બદલે જો વિડિયો-ગેમ રમવાની હોય તો સૌ કોઈ તૈયાર થઈ જાય. માણસોની આ જ નબળાઈને પારખીને અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં બ્લૅક બૉક્સ વીઆર નામનું એક ‌જિમ ખૂલ્યું છે. એમાં તમે વર્ચ્યુઅલ રિયલિટી વિડિયો-ગેમ રમવા માટે જાઓ ત્યારે સાથે સેલ્ફ ઑટોમૅટેડ રેઝિસ્ટન્સ મશીનના કૉમ્બિનેશનને કારણે શરીરને એક્સરસાઇઝ પણ મળી જાય છે.

આ જિમમાં એક્સરસાઇઝ કરવા આવનાર વ્યક્તિને આંખે વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટની સાથે રેઝિસ્ટન્સ કેબલ પણ પહેરાવવામાંઆવે છે જેથી તેમના શરીરની મૂવમેન્ટની મદદથી તે ગેમ રમી શકે છે. આ ગેમ દ્વારા કસરત કરનારનો પરફોર્મન્સ મશીનમાં સેવ થઈ જાય છે એટલે બીજી વાર કાં તો તે પોતાની જ ક્ષમતાને ઓળંગવાનો પ્રયત્ન કરી શકે છે અથવા તો બીજા કોઈ વર્ચ્યુઅલ હરીફ સાથે પણ સ્પર્ધામાં ઊતરી શકે છે.

આ પણ વાંચોઃ 700 કરોડની માલિક એવી બિલાડી Grumpyનું નિધન

આ જિમમાં તમે આંખે હેડસેટ પહેરી લો એ પછી જાણે નવી દુનિયામાં આવી પહોંચ્યા હો એવું લાગે છે અને એક્સરસાઇઝનો અનુભવ તમારા આખા શરીરને વર્કઆઉટ પૂરો પાડે છે અને તમને ખબર પણ નહીં પડે કે તમે ગેમ રમ્યા કે કસરત કરી.

 

offbeat news hatke news