દુનિયાના આ પહેલા કન્વર્ટિબલ મોટરહોમની કિંમત છે ૧.૯૩ કરોડ રૂપિયા

20 November, 2022 08:57 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦૧૪માં મર્સિડીઝ ટ્રકમાંથી મોટરહોમ તૈયાર કરવાના કન્સેપ્ટથી આની શરૂઆત થઈ હતી

કન્વર્ટિબલ મોટરહોમ

જર્મન કંપની સ્કાય ડાન્સરે દુનિયાનું પહેલું કન્વર્ટિબલ મોટરહોમ તૈયાર કર્યું છે, જેનું નામ અપેરો રાખવામાં આવ્યું છે. ૨૦૧૪માં મર્સિડીઝ ટ્રકમાંથી મોટરહોમ તૈયાર કરવાના કન્સેપ્ટથી આની શરૂઆત થઈ હતી. એને તૈયાર કરતાં પાંચ વર્ષ લાગ્યાં હતાં. જોકે આજે આ મોટરહોમની કિંમત બે લાખ પાઉન્ડ (૧.૯૩ કરોડ રૂપિયા) જેટલી છે. અપેરો વાસ્તવમાં બે માળનું લક્ઝરી મોટરહોમ છે. એની રૂફનો આગળનો ભાગ ઓપન કરીને એક અલગ એક્સ્પીરિયન્સ મેળવી શકાય છે. આ મોટરહોમમાં કિચન અને ડિસન્ટ બાથરૂમ પણ છે. રોટેટ થતી ખુરસીઓ અને ફોલ્ડ થઈ શકે એવાં ટેબલ્સને કારણે ચાર વ્યક્તિ માટે સીટિંગ ડાઇનિંગ એરિયામાં પણ ફેરવાઈ શકે છે. 

offbeat news international news