પેપર ઍરપ્લેન ફેંકવાનો વિશ્વ રેકૉર્ડ

21 May, 2022 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ કોરિયામાં ત્રણ યુવાનોની ટીમે મળીને પેપરમાંથી બનાવેલા ઍરપ્લેનને સૌથી વધુ ઝડપે ઉડાડવાનો વૈશ્વિક રેકૉર્ડ બનાવ્યો છે.

પેપર ઍરપ્લેન ફેંકવાનો વિશ્વ રેકૉર્ડ

સાઉથ કોરિયામાં ત્રણ યુવાનોની ટીમે મળીને પેપરમાંથી બનાવેલા ઍરપ્લેનને સૌથી વધુ ઝડપે ઉડાડવાનો વૈશ્વિક રેકૉર્ડ બનાવ્યો છે. સાઉથ કોરિયાના શિન મુ જુન અને કિમ ક્યુ તાઇ તથા મલેશિયાના ચી યી જિયાન-જુલિયને મળીને આ રેકૉર્ડ હાંસલ કર્યો હતો. ત્રણે જણે મળીને ૨૦૨૨ની ૧૬ એપ્રિલે સાઉથ કોરિયાના ડેગુ, ગ્યોંગસાંગબુક-ડોમાં ૭૭.૧૩૪ મીટર (૨૫૨ ફુટ અને ૭ ઇંચ) ઊંડું પેપર પ્લેન ઉડાડ્યું હતું. 
ત્રણેય યુવાનોએ કુલ આઠ પેપર પ્લેન ઉડાડ્યાં હતાં, જેમાંથી સૌથી લાંબા અંતરે કરેલા થ્રોમાં પ્લેન ૭૭.૧૩૪ મીટર જેટલી ઊંચાઈએ પહોંચ્યું હતું, જ્યારે સૌથી ઓછા અંતરે કરેલા થ્રોમાં પ્લેન ૭૧.૮૧૩ મીટર જેટલું ઊંચે પહોંચ્યું હતું. 
 તેમના સૌથી ઓછા થ્રો સાથે તેમણે ૨૦૧૨ની ૨૬ ફેબ્રુઆરીએ ક્વૉર્ટરબૅક જો અયુબ અને પેપર ઍરોપ્લેન ડિઝાઇનર જૉન એમ. કોલિન્સ (બન્ને યુએસએ) દ્વારા હાંસલ કરેલો ૬૯.૧૪ મીટર (૨૨૬ ફુટ ૧૦ ઇંચ)નો અગાઉનો રેકૉર્ડ તોડ્યો છે. ત્રણ જણની ટીમમાં પેપર ઍરક્રાફ્ટ અનુભવી શિને શક્તિશાળી વિમાનને ફોલ્ડ કર્યું, કિમે પ્લેન થ્રો કર્યું હતું, જ્યારે પ્લેનની ડિઝાઇન ચીએ તૈયાર કરી હતી. 

offbeat news south korea