૨૧૦૦ની સાલ સુધીમાં વિશ્વના વસ્તીવધારામાં ઘટાડો થશે

26 March, 2024 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવૅલ્યુએશન (IHME)ના ‘ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝિસ, ઇન્જરીઝ ઍન્ડ રિસ્ક ફૅક્ટર્સ સ્ટડી ૨૦૨૧’ અભ્યાસનું આ તારણ છે. 

પ્રતીકાત્મક તસવીર

પૃથ્વી પર માણસોની વસ્તી ઑલરેડી આઠ અબજને આંબી ગઈ છે, પણ તાજેતરમાં લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ પૉપ્યુલેશનમાં થઈ રહેલા વધારામાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. અભ્યાસ મુજબ વિશ્વભરમાં ગ્લોબલ ફર્ટિલિટી રેટમાં આવેલો જબરદસ્ત ઘટાડો આ બદલાવ માટે કારણભૂત હશે. ૧૯૫૦ની સાલથી લગભગ બધા જ દેશોના ફર્ટિલિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૫૦માં ફર્ટિલિટી રેટ ૪.૮૪ હતો જે ઘટીને ૨૦૨૧માં ૨.૨૩ થઈ ગયો હતો. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ૨૧૦૦ની સાલ સુધીમાં આ રેટ ૧.૫૯ થઈ જશે. યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવૅલ્યુએશન (IHME)ના ‘ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝિસ, ઇન્જરીઝ ઍન્ડ રિસ્ક ફૅક્ટર્સ સ્ટડી ૨૦૨૧’ અભ્યાસનું આ તારણ છે. 

offbeat videos offbeat news