વર્લ્ડના સૌથી વિશાળ પ્રિન્ટરે ગણતરીના કલાકોમાં આખું ઘર બનાવી આપ્યું

25 April, 2024 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવું પ્રિન્ટર યુનિવર્સિટીએ પાંચ વર્ષ પહેલાં બનાવેલા પ્રિન્ટર કરતાં ચાર ગણું મોટું છે.

ફૅક્ટરી ઑફ ધ ફ્યુચર 1.0 નામે ઓળખાતું પ્રિન્ટર

કીબોર્ડ પર જસ્ટ બે કી દબાવીને કાગળ પ્રિન્ટ કરી શકાય એટલી આસાનીથી હવે આખેઆખું ઘર પ્રિન્ટ કરી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેઇનમાં મંગળવારે વિશ્વનું સૌથી વિશાળ થ્રી ડાઇમેન્શનલ (3D) પ્રિન્ટર લોકો સમક્ષ દર્શાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવેલું ઘર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રિન્ટર થર્મોપ્લાસ્ટિક પૉલિમરમાંથી ઘર સહિતની ચીજવસ્તુઓ બનાવી શકે છે. આ નવું પ્રિન્ટર યુનિવર્સિટીએ પાંચ વર્ષ પહેલાં બનાવેલા પ્રિન્ટર કરતાં ચાર ગણું મોટું છે. ફૅક્ટરી ઑફ ધ ફ્યુચર 1.0 નામે ઓળખાતું આ પ્રિન્ટર ઘર જેવી વિશાળ વસ્તુઓ પ્રિન્ટ કરી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે પ્રિન્ટરની મદદથી લોકોને પરવડી શકે એવી કિંમતનાં મકાન બનાવી શકાશે.

યુનિવર્સિટી ઑફ મેઇનમાં મંગળવારે દર્શાવવામાં આવેલું ફૅક્ટરી ઑફ ધ ફ્યુચર 1.0 નામનું પ્રિન્ટર.

offbeat videos offbeat news social media united states of america