05 August, 2025 10:49 AM IST | China | Gujarati Mid-day Correspondent
ચીન
તમામ ટેક્નિકલ કામોમાં માણસના રિપ્લેસમેન્ટ તરીકે રોબો તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ચીનના હ્યુમનૉઇડ રોબો ઉત્પાદકો રોબોની ટીમ્સ વચ્ચે ફુટબૉલ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી રોબો ટીમ્સને ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે અને ગઈ કાલે બીજિંગમાં સ્થાનિક પત્રકારોને રોબોની મૅચ જોવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ રોબોની દોડવાની સ્પીડ માણસો કરતાં ઘણી ઓછી છે, પરંતુ એકબીજા સાથે અથડાઈને પડી ગયા પછી આપમેળે અંગડાઈ લઈને ઊભા થવાની રોબોની ક્ષમતા કાબિલેદાદ છે.