૫૦૨ રૂપિયામાં ખરીદેલી ખુરસી ઑક્શનમાં ૧૬.૩૨ લાખમાં વેચાઈ

29 January, 2022 08:45 AM IST  |  East Sussex | Gujarati Mid-day Correspondent

ખુરસીના પાછળના ભાગમાં વેબિંગની ચેકરબોર્ડ જેવી ગ્રિડ એનું મુખ્ય સુશોભન છે

ખુરસી

૧૨૦ વર્ષ જૂની નેતરની ખુરસી પ્રતિષ્ઠિત વિયેનીઝ આર્ટ સ્કૂલનું ઉત્પાદન છે. 
ઈસ્ટ સસેક્સના બ્રાઇટન ખાતેની જન્ક શૉપમાંથી માત્ર પાંચ પાઉન્ડ (લગભગ ૫૦૨.૨૭ રૂપિયા)માં ખરીદીને તેને ઘરે લઈ જવા સુધી દુકાનદારે ખુરસીની તેની અસામાન્ય ડિઝાઇનની નોંધ લીધી નહોતી. 
જોકે એક વૅલ્યુઅરના ધ્યાનમાં આવ્યું હતું કે આ ખુરસી વિયેના, ઑસ્ટ્રિયામાં ૨૦મી સદીની શરૂઆતની અવંત-ગાર્ડે આર્ટ સ્કૂલની છે, જે ૧૯૦૨માં ઑસ્ટ્રિયન પેઇન્ટર કોલોમન મોસરે ડિઝાઇન કરી હતી. 
એસેક્સના સ્વૉર્ડર્સ ઑક્શનર સ્ટેનસ્ટેડ માઉન્ટફિચેટ દ્વારા ખુરસી વેચાણ માટે રજૂ કરવામાં આવી હતી, જેને ઑસ્ટ્રિયન ડીલરે ટેલિફોન પર ૧૬,૨૫૦ પાઉન્ડ (લગભગ ૧૬,૩૨,૩૮૭.૨૫ રૂપિયા)માં ખરીદી હતી.
નેતરની ખુરસીનું સૌપ્રથમ મૂલ્યાંકન કરનાર જૉન બ્લૅકે કહ્યું કે વિક્રેતાએ ખુરસી વિશે સંશોધન કર્યું હતું, પરંતુ તે ચોક્કસ નહોતો એથી તેણે વિયેના સેસેશન ચળવળના નિષ્ણાત ડૉક્ટર ક્રિશ્ચિયન વિટ-ડોરિંગ સાથે વાત કરી હતી, જેમણે સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર  આ ખુરસી એ વિયેના સેસેશન ચળવળની કલાત્મક સિદ્ધિઓનું મુખ્ય ઉદાહરણ છે. 
ખુરસીના પાછળના ભાગમાં વેબિંગની ચેકરબોર્ડ જેવી ગ્રિડ એનું મુખ્ય સુશોભન છે.

offbeat news international news