કેરળના આ રેલવે-સ્ટેશને મહિલાઓ સંભાળે છે ટ્રેનના મેઇન્ટેનન્સનું કામ

09 March, 2020 01:07 PM IST  |  Mumbai Desk

કેરળના આ રેલવે-સ્ટેશને મહિલાઓ સંભાળે છે ટ્રેનના મેઇન્ટેનન્સનું કામ

મહિલાઓ સંભાળે છે આ સ્ટેશન પરની ટ્રેનનું મેઇન્ટેનન્સનું કામ

મહિલાઓ હવે લગભગ દરેક ક્ષેત્રમાં કામ કરે છે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓએ પોતાનો સિક્કો ન જમાવ્યો હોય. કેરળના તિરુવનંતપુરમ રેલવે સ્ટેશન પર છેલ્લાં ત્રણ વર્ષથી ટ્રેનોના મેઇન્ટેનન્સનું કામ ૧૭ મહિલાઓ સંભાળે છે. પોતાના કામથી સંતુષ્ટ આ મહિલાઓ ટ્રેનના દરેક હિસ્સાની તપાસ કરીને કોઈ ગરબડ ન હોવાનું સુનિશ્ચિત કરે છે. 

પુરુષ કર્મચારીઓ પણ માને છે કે આ કામ ઘણું કપરું છે પરંતુ મહિલાઓ કોઈ પણ જાતના ટેન્શન વિના આ કામ કરે છે. જ્યારે મહિલાઓ કહે છે કે આ એક પડકારજનક કાર્ય છે, પણ અમને ખુશી છે કે અમે પુરુષોને ચૅલેન્જ કરીએ છીએ. મહિલા ટીમની એક સભ્યએ જણાવ્યા મુજબ રોજ સવારે સાડાદસથી સાડાચાર વાગ્યા સુધી અમે ટ્રેનની ચકાસણીનું કામ કરીએ છીએ. ટ્રેનનો રવાના થવાનો સમય લગભગ સવાપાંચ વાગ્યાનો છે. અમારામાંથી કોઈ ટેક્નિકલી સંપૂર્ણપણે કુશળ નથી, પરંતુ અમે ટ્રેનનો એક-એક પાર્ટ ચેક કરીએ છીએ અને અમારો ટાસ્ક પૂરો કરીએ છીએ અને નવું શીખતાં રહીએ છીએ.

national news offbeat news kerala womens day mumbai trains