થોડીક છૂટ મળતાં યોગ શરૂ

05 May, 2020 09:18 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

થોડીક છૂટ મળતાં યોગ શરૂ

ઇટલીના રોમમાં કોરોનાને કારણે અત્યાર સુધી જડબેસલાક લૉકડાઉન હતું, જોકે ગઈ કાલથી એમાં થોડીક છૂટ આપવામાં આવતા કેટલાક લોકો ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે બહાર નીકળી પડેલા. એક યોગ પ્રેમી બહેન તો રોમના ઐતિહાસિક મૉન્યુમેન્ટ પાસે આવીને યોગનું ફોટોસેશન કરાવવા માંડ્યા હતા. નવ વીકના લૉકડાઉન પછી નાગરિકોને બહાર નીકળવાની આંશિક છૂટ મળી છે ત્યારે ઘણા લોકો હજી બહાર નીકળતા નથી અને એ ખાલી રસ્તાઓ પર કેટલાક લોકો આવાં ફોટો-સેશન ગોઠવીને યાદગીરીઓ ગાંઠે બાંધી લઈ રહ્યા છે.

offbeat news italy rome