મૅક્‍‍ડોનલ્ડ્સના ડ્રાઇવ-થ્રૂમાં એક મહિલા ઘોડા પર બેસીને આવી

24 January, 2022 08:45 AM IST  |  Hertfordshire | Gujarati Mid-day Correspondent

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે

મહિલા ઘોડા પર બેસીને આવી ડ્રાઇવ-થ્રૂમાં

ડ્રાઇવ-થ્રૂ મોટા ભાગે કારમાં આવનારા લોકો માટેની એક સુવિધા છે, જેમાં ગ્રાહક કારમાં બેસીને પોતાનો ઑર્ડર મેળવી શકે છે. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં મૅક્‍‍ડોનલ્ડ્સના બોરહેમવુડ સ્થિત એક ફાસ્ટ ફૂડ ચેઇનના ડ્રાઇવ-થ્રૂમાં એક યુવતી ઘોડા પર સવાર થઈને આવે છે અને ઑર્ડરની કૉફી લઈ જાય છે.  
યુવતી જ્યારે તેનો ઑર્ડર આપી રહી હતી ત્યારે ઘોડો પણ પોતાનું મોઢું અંદર નાખી રહ્યો હતો, જાણે એ ઘોડો પોતાનો ઑર્ડર આપી રહ્યો હોય. જોકે યુવતીનો ઑર્ડર મળી ગયા બાદ ઘોડો એક સારા પાળેલા પ્રાણીની જેમ જતો રહ્યો હતો. 
મૅક્‍‍ડોનલ્ડ્સના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે તેઓ કાર સિવાય અન્ય કોઈ વાહનમાં આવનારાઓને સર્વિસ નથી આપતા. ડ્રાઇવ-થ્રૂ લેન મોટરકાર, વૅન, ટ્રક અને મોબિલિટી સ્કૂટર્સ માટે હોય છે.

offbeat news international news