સ્ત્રીને લાગ્યું કે પતિ હવે છૂટાછેડા માગશે, પણ તેણે તો કિલ્લો ખરીદ્યો

11 January, 2022 09:04 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

પત્નીનું બાળપણનું સ્વપ્ન પૂરું કરવા ૭,૭૫,૦૦૦ પાઉન્ડમાં ગ્લેમૉર્ગનનો વેલમા કાઉબ્રિજ નજીક પેનલિન કૅસલ નામનો ૨૦૦ વર્ષ જૂનો જર્જરિત વેલ્શ કિલ્લો ખરીદ્યો હતો

૨૦૦ વર્ષ જૂનો જર્જરિત વેલ્શ કિલ્લો

પતિ જ્યારે ગંભીર વાત કરવા સમય માગે ત્યારે એક જ વિચાર મનમાં આવે કે ક્યાંક તે છૂટાં પડવાનું તો નથી વિચારી રહ્યોને, પરંતુ હંમેશાં એમ ન પણ હોય. તાજેતરમાં એક એવી જ ઘટના બની હતી. પતિ ટેરીએ પત્નીને ગંભીર વાત કરવાનું જણાવતાં પત્ની મનમાં ફફડી ઊઠી હતી, પરંતુ ટેરીએ પોતાની પત્નીનું બાળપણનું સ્વપ્ન પૂરું કરવા ૭,૭૫,૦૦૦ પાઉન્ડ (લગભગ ૭,૮૧,૨૧,૩૯૫  રૂપિયા)માં ગ્લેમૉર્ગનનો વેલમા કાઉબ્રિજ નજીક પેનલિન કૅસલ નામનો ૨૦૦ વર્ષ જૂનો જર્જરિત વેલ્શ કિલ્લો ખરીદ્યો હતો, જે માટે તેણે પત્નીથી છુપાવીને બોલી લગાવી હતી. વાસ્તવમાં તેઓ સ્પેનમાં પોતાને માટે એક હૉલિડે હોમ ખરીદવા માગતાં હતાં, પરંતુ પછી તેમણે આ કૅસલ ખરીદ્યો હતો. ટેરીની પત્નીએ કહ્યું કે મને આ કિલ્લા વિશે જાણકારી હતી, પરંતુ તેને ખરીદવા બાબતે આશંકિત હતી. 
પ્રીમિયર ફૉરેસ્ટ ગ્રુપના સીઈઓ તરીકે ટેરી લાંબો સમય કામકાજમાં વ્યસ્ત રહેતો હોવાથી રિનોવેશન પ્રોજેક્ટનો મોટા ભાગનો હિસ્સો જુડ પર છોડી દેવામાં આવ્યો છે, જેણે સાઇટ મૅનેજર, નિષ્ણાત સંરક્ષણ આર્કિટેક્ટ, પુરાતત્ત્વવિદ, હેરિટેજ નિષ્ણાતો અને એન્જિનિયર સહિત નિષ્ણાત ટ્રેડ વર્કર્સની એક ટીમ બનાવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી કિલ્લામાં કામ ચાલી રહ્યું છે. ટેરી ૨૦૨૪માં તેની પત્ની સાથે કિલ્લામાં રહેવા જવાનું વિચારી રહ્યો છે. આ કિલ્લો ૧૭૯૦માં લેડી બાર્બરા વર્નોન માટે બાંધવામાં આવ્યો હતો.

offbeat news international news