મહિલાને કારમાં લેબર પેઇન ઊપડતાં મહિલા પોલીસે રસ્તા વચ્ચે ડિલિવરી કરાવી

08 May, 2020 08:10 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મહિલાને કારમાં લેબર પેઇન ઊપડતાં મહિલા પોલીસે રસ્તા વચ્ચે ડિલિવરી કરાવી

રાજસ્થાનમાં પોલીસે રસ્તા પર કરાવી ડિલીવરી

રાજસ્થાનના જોધપુરમાં અખિલિયા સર્કલ પાસે એક મહિલાએ મહિલા પોલીસ-કૉન્સ્ટેબલની મદદથી રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલા તેના પતિ સાથે કારમાં બાડમેર જિલ્લાથી જોધપુર જઈ રહી હતી એ વખતે તેમની કાર જોધપુરમાં આવેલા અખિલિયા સર્કલ પર ખરાબ થઈ ગઈ હતી. બીજી તરફ મહિલાને જોરથી પ્રસવપીડા ઊપડી હતી. એ સમયે ઘટનાસ્થળે હાજર એક મહિલા પોલીસ-કૉન્સ્ટેબલે ડૉક્ટરો અને નર્સને બોલાવ્યાં હતાં. બીજી તરફ રસ્તા પર જ મહિલાને સુવડાવીને ચાદરની આડશ તૈયાર કરાઈ હતી. ડૉક્ટરો પહોંચે એ પહેલાં જ મહિલા પોલીસ-કૉન્સ્ટેબલની મદદથી મહિલાની ડિલિવરી થઈ હતી. એ પછી મહિલા અને તેના બાળકને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરી દેવાયાં હતાં.

national news offbeat news