ફ્લાઇટમાં જામી લોકલ ટ્રેન જેવી મેહિફલ

18 October, 2021 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે

ફ્લાઇટમાં ગીત ગાતા લોકો

લાંબા અંતરની ફ્લાઇટ મોટા ભાગે કંટાળાજનક હોય છે. પૅસેન્જરો બોરિયત દૂર કરવા માટે સંગીત સાંભળવાનું કે પુસ્તક વાંચવાનું કે પછી સૌથી સરળ કામ ઊંઘ ખેંચી કાઢવાનું પસંદ કરતા હોય છે.

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલા બૉલીવુડની ફિલ્મ ‘કુંવારા બાપ’નું મશહૂર ગીત ‘સજ રહી ગલી મેરી માં’ ગીત ગાઈ રહી છે અને પ્લેનના તેના સહયાત્રીઓ તેની સાથે સૂર મિલાવીને ગીતનો આનંદ ઉઠાવી રહ્યા છે. ફિલ્મમાં આ ગીત મોહમ્મદ રફી અને મેહમૂદે ગાયું હતું.

પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન કે લાંબા અંતરની ટ્રેનોમાં મોટા ભાગે આવી ગીતોની મહેફિલ સજતી હોય છે. જોકે વાઇરલ થયેલો આ વિડિયો ક્યાં અને ક્યારે શૂટ થયો હતો એની કોઈ માહિતી મળી નથી. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો ૧.૨ લાખ વાર જોવાયો છે, જેને જોઈને અનેક નેટિઝન્સ પોતે આ ફ્લાઇટમાં ન હોવા બદલ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.

offbeat news national news viral videos