મહિલાએ ઍમેઝૉન પરથી ડુપ્લિકેટ ઍરપૉડ્સ મગાવ્યાં,માથા કરતાં મોટાં નીકળ્યાં

05 May, 2020 09:08 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

મહિલાએ ઍમેઝૉન પરથી ડુપ્લિકેટ ઍરપૉડ્સ મગાવ્યાં,માથા કરતાં મોટાં નીકળ્યાં

જ્યારે પણ ઑનલાઇન ખરીદી કરવામાં આવે ત્યારે એમાં તમને ઓરિજિનલ ચીજ મળશે કે નહીં એની શંકા રહેતી હોય છે. તાજેતરમાં એલિઝા નામનાં એક બહેને ઍમેઝૉન પરથી ઍરપૉડ્સ જેવાં જ દેખાતાં ડુપ્લિકેટ ઍરપૉડ્સનું એક નાનું કેસ ઑર્ડર કર્યું હતું. જોકે જ્યારે તેને ડિલિવરી મળી ત્યારે જોયું કે એ ઓરિજિનલ ઍરપૉડ્સના કદ કરતાં ઘણાં મોટાં હતાં. એલિઝાએ તેને મળેલા કદમાં હેરડ્રાયર કરતાં પણ મોટા આઇપૉડ્સનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો છે. તેની ટ્વીટને અત્યાર સુધીમાં ૩૮૪૬૦૦ લાઇક્સ મળી છે તથા ૭૧૯૦૦ વખત એ રીટ્વીટ થઈ ચૂકી છે. એલિઝાએ ટ્વિટર પર ફોટો શૅર કરવા સાથે લખ્યું છે કે ઍમેઝૉન એની પાસેનો માલનો ભરાવો ઓછો કરી રહી હોવાથી ઍરપૉડ્સ ઓરિજિનલ નહીં હોય એની મને જાણ હતી, પરંતુ એ વધુ મોંઘાં ન હોવાથી મેં ખરીદ્યાં હતાં, પણ એ આવાં હશે એની મને કલ્પના નહોતી.

offbeat news dubai