ટ્રેનની સીટના કવરમાંથી આ મહિલાએ ક્રૉપ ટૉપ બનાવ્યું

12 January, 2021 09:41 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ટ્રેનની સીટના કવરમાંથી આ મહિલાએ ક્રૉપ ટૉપ બનાવ્યું

ટ્રેનની સીટના કવરમાંથી બનાવેલું ક્રૉપ ટૉપ

ફૅશન એ એક એવી વસ્તુ છે કે એ હર પળે બદલાતી રહે છે. સતત ફૅશન ટ્રેન્ડને ફૉલો કરવી ઘણી અશક્ય બાબત છે, પરંતુ ઘણી વખત વિચિત્ર ગણાય એવી ફૅશન જોઈને આપણને પ્રશ્ન થાય કે આની શી જરૂર હતી? ૨૦૨૦માં આવી અનેક વિચિત્ર ફૅશન જોવા મળી છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, પણ જેમ જનજીવન સામાન્ય નથી બન્યું એમ આવી અવળચંડી ફૅશન કરનારાઓ પણ ઓછા નથી થયા.

ઇન્ટરનેટ પર હાલમાં એક ફોટો વાઇરલ થયો છે, જેમાં એક મહિલાએ બ્રિટનની ચિલ્ટેન રેલવેની સીટનું કવર ચોરીને એમાંથી ક્રૉપ ટૉપ સીવડાવ્યું હતું.

આ આઇડિયા મ્હારી-થ્રુસ્ટન ટેલર નામની ફૅશન-સ્ટુડન્ટનો છે. આ ક્રૉપ ટૉપથી તે હવે લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ માટેની જાગૃતિ ફેલાવવા માગે છે. સીટ-કવર પર લખેલા શબ્દો કાંઈક આ પ્રકારના છે, ‘જો શક્ય હોય તો સીટ ખાલી રાખીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.’

જોકે આ સીટ-કવર તેણે પોતે નહોતું ચોર્યું, પણ કોઈકે એને ફાડીને ફેંકી દીધા બાદ તેણે એ લીધું હતું. જોકે જે સાઇટ પર તેણે આ ક્રૉપ ટૉપ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો એ સાઇટે તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ચીલટર્ન રેલવે પણ ટ્રેનની સીટ-કવરનો દુરુપયોગ કરવા બદલ તેની સામે પગલાં લેવાનું વિચારી રહી છે.

offbeat news international news italy