ડૉગીની યાદગીરી માટે એના ફરમાંથી બનાવ્યો સ્કાર્ફ

18 September, 2021 08:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ સ્કાર્ફ તેના લુકા, સામાયેદ, કેઈશા અને કેશોન્દ નામના ડૉગીના ફરમાંથી બનાવાયો છે

મિશેલ પાર્કર

મિશેલ પાર્કર નામની ૫૪ વર્ષની મહિલાને તેના ચાર ડૉગીના ફરમાંથી તૈયાર કરાયેલો એક સ્કાર્ફ મળ્યો છે. આ સ્કાર્ફ તેના લુકા, સામાયેદ, કેઈશા અને કેશોન્દ નામના ડૉગીના ફરમાંથી બનાવાયો છે. મિશેલ પાર્કર જણાવે છે કે જ્યારે મારા ડૉગી મારી પાસે નહીં હોય એ વખતે ફરનો આ સ્કાર્ફ મારા માટે યાદગીરી બની રહેશે.

લુકાના ફરમાંથી પાંચ ફુટનો સ્કાર્ફ બનાવાયો હતો, જ્યારે કે કેઈશાના ફરમાંથી સુશોભિત પોમ-પોમ તૈયાર કરાયાં હતાં. મિશેલ પાર્કરનું કહેવું છે કે આ આઇડિયા મને ફેસબુક પરથી મળ્યો હતો. ડૉગીના ફરનો સ્કાર્ફ બનાવવા માટે તેણે એસેક્સસ્થિત સ્પિનિંગ અને વણાટકામના નિષ્ણાત એન્ડ્રિયા ડિવાઇનને શોધી કાઢ્યા, જેઓ પાલતુ ડૉગીના ફરમાંથી તેમના માલિકો માટે ફરને નુકસાન કર્યા વિના કે એને પાતળુ કર્યા વિના સરળતાથી સ્કાર્ફ ગૂંથી શકે. મિશેલે સ્કાર્ફ તૈયાર થયા બાદ ગયા વર્ષે ક્રિસમસમાં પહેર્યો હતો. મિશેલ પાસે તેના બીજા ત્રણ ડૉગીના ફરમાંથી તૈયાર કરાયેલા સ્કાર્ફ પણ છે.

offbeat news international news