નવજાત બાળક જોવાને બદલે ગોલ્ફ રમવા ગયેલા પતિ પર પત્નીએ બળાપો ઠાલવ્યો

16 March, 2020 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવજાત બાળક જોવાને બદલે ગોલ્ફ રમવા ગયેલા પતિ પર પત્નીએ બળાપો ઠાલવ્યો

આ પ્રતિકાત્મક તસવીર છે

એક સ્ત્રી જેણે થોડા સમય પહેલા જ તેના ત્રીજા બાળકને જન્મ આપ્યો તેણે ઓનલાઇન પોતાના વરની ભારે નિંદા કરી હતી. તેણે પોતાના વર સામે ફરિયાદ કરતાં કહ્યું હતું કે પોતાના પ્રિમેચ્યોર જન્મેલા દીકરાને જોવા આવવાને બદલે તેનો પતિ ગોલ્ફ રમવામાં બિઝી રહ્યો. મિરર યુકેનાં એક રિપોર્ટ અનુસાર આ સ્ત્રીએ રેડિટ પર તેની પોસ્ટ્સ વાંચનારાઓને પોતાના વરનાં આવા વર્તન પર ભારે અકળાઇ છેની ફરિયાદ કરી હતી.

આ સ્ત્રીએ લખ્યું હતું કે પોતે બાળકને જન્મ આપવાની પ્રક્રિયાથી થાકેલી છે અને તેનો વર છોકરાને જોવા માટે હોસ્પિટલ ફરક્યો સુદ્ધાં નથી. તેને સમજાતું નથી કે વર પોતાના ગોલ્ફનાં મિત્રો સાથે શા માટે સમય પસાર કરી રહ્યો છે જ્યારે તેણે ખરેખર તો દીકરાને જોવા આવવું જોઇએ. તેણે પોતાને નોર્મલ ડિલીવરી નથી થઇ એવું પણ કહ્યું પોતાની ગર્ભાવસ્થા દરમિયાન એમ્નિઓટિક સેકમાં રપ્ચર થવાથી તેને ડિલીવરીમાં પણ તકલીફ પડી અને પોતે મહિનાથી હોસ્પિટલમાં જ છે. આ સ્થિતિમાં કોમ્પ્લિકેશન ત્યારે વધ્યા જ્યારે તેને લેબર પેઇન થયું તેના બે દિવસ દરમિયાન તેના સસરા ગુજરી ગયા. આ બધા ટેન્શનમાં તેને પ્રિમેચ્યોર ડિલીવરી થઇ અને તેના દીકરાને તરત જ બાળકો માટેનાં આઇસીયુમાં લઇ જવાયો. તે પોતે ઘરે ગઇ પછી પણ તે બીજા બાળકોને સચાવી રહી હતી અને પતિ તેને સમય આપવાને બદલે લાંબા કલાકો કામે જતો રહેતો હતો. આ સ્ત્રીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, "આ સ્થિતિમાં પણ તેનો વર ગોલ્ફ રમવા ગયો અને તે પણ પિતાનું ફ્યુનરલ પુરું કરીને તરત જ વળી તેણે તાજા જન્મેલા દીકરા સાથે પણ સમય પસાર ન કર્યો. જ્યારે તેણે પતિને આ અંગે પુછ્યું તો તેણે કહ્યું કે સ્ટ્રેસમાંથી દૂર રહેવા માટે આ કરવું જરૂરી હતું." પતિએ પત્નીને 'રિડિક્યુલસ' કહ્યું અને સંભળાવ્યું કે તેણે પણ જાત માટે સમય કાઢવો જોઇએ જેને જવાબમાં પત્નીએ બળાપો કાઢ્યો કે બાળકને જન્મ આપ્યાના ત્રણ જ દિવસમાં તે પોતાની જાતને સમય કેવી રીતે આપી શકે?

offbeat news