નેધરલૅન્ડ્સની મહિલાએ ગંજીફાનાં પત્તાંમાં સ્ત્રી-પુરુષનો ભેદ મિટાવ્યો

24 January, 2021 09:30 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સની મહિલાએ ગંજીફાનાં પત્તાંમાં સ્ત્રી-પુરુષનો ભેદ મિટાવ્યો

ઇન્ડી મેલિન્ક

સ્ત્રી-પુરુષ સમાનતાનો મુદ્દો ઘણી વખત સામાજિક પરિપ્રેક્ષ્યની બહારના અનેક સંદર્ભોમાં ચર્ચાય છે. ક્યારેક આશ્ચર્ય થાય એવા વિષયોમાં એ મુદ્દો આવે છે. તાજેતરમાં નેધરલૅન્ડ્સની એક યુવતીએ ગંજીફાનાં પત્તાંમાં સ્ત્રી અને પુરુષનો ભેદ મિટાવ્યો. ઇન્ડી મેલિન્ક નામની ૨૩ વર્ષની ફૉરેન્સિક સાયકોલૉજીની ગ્રૅજ્યુએટ યુવતીએ ગંજીફાનાં પત્તાંમાં બાદશાહ, રાણી અને ગુલામનાં પત્તાંની ઓળખ બદલી નાખી છે. તેના કાર્ડ ડેકમાં પત્તાંનો ક્રમ એ જ છે, પરંતુ એમાં બાદશાહ અને ગુલામ પુરુષોના રૂપમાં નથી અને રાણી સ્ત્રીના રૂપે નથી. તેણે એ ત્રણ પત્તાંને જેન્ડર ન્યુટ્રલ રૂપમાં રજૂ કર્યાં છે.

offbeat news international news netherlands