ફક્ત પગના ફોટો પોસ્ટ કરીને આ બહેન અઠવાડિયે કમાય છે 43,000 રૂપિયા

06 October, 2020 06:46 PM IST  |  Georgia | Gujarati Mid-day Online Correspondent

ફક્ત પગના ફોટો પોસ્ટ કરીને આ બહેન અઠવાડિયે કમાય છે 43,000 રૂપિયા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ઈન્ટરનેટ એ ઈઝી માધ્યમ છે. પછી ભલે તે લોકપ્રિય માટે થવા માટે હોય કે પૈસા કમાવવા માટે. આજકાલ ઘણા લોકો ઇન્ટરનેટ પર ફૂડ બ્લોગર્સ, શિક્ષકો, જિમ એક્સપર્ટ, રમકડાંના સમીક્ષક બનીને પૈસા કમાઈ રહ્યાં છે. કોરોના વાયરસને કારણે લોકો હવે પહેલા કરતા સોશ્યલ મીડિયા પર વધુ નિર્ભર રહેવા લાગ્યા છે. તેના લીધે ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધ્યો છે અને આ પરિવર્તન વિશ્વભરના સામગ્રી નિર્માતાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જ્યોર્જિયાની એક મૉડેલે ઈન્ટરનેટનો અનોખી રીતે ઉપયોગ કરીને મહિને 43,000 જેટલા રૂપિયા કમાય છે. તે બીજુ કંઈ નહીં પણ ફક્ત પગના ફોટો પોસ્ટ કરવાનું કામ કરે છે.

જ્યોર્જિયાની રહેવાસી 23 વર્ષીય કૅસી વ્યવસાયે રિસેપ્શનિસ્ટ છે. પણ લૉકડાઉને તેને મૉડેલ અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લયુઅન્સર બનાવી દીધી છે. જેને લીધે તે મહિને સારી આવક પણ કરી શકે છે. તેને માટે સોશ્યલ મીડિયા પૈસા કમાવવાનું માધ્યમ બની ગયું છે. અમેરિકન ન્યુઝપેપરના અહેવાલો પ્રમાણે, કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન બધી આવક બંધ થઈ ગઈ હોવાથી કૅસી આવકનું માધ્યમ શોધી રહી હતી. ત્યારે તેને સોશ્યલ મીડિયા પર પગના ફોટો પોસ્ટ કરીને પૈસા કમાવવાનો વિચાર આવ્યો.

<

આવક માટે આવેલા અનોખા વિચારને અમલમાં મુકવા માટે કૅસીએ જૂન મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું હતું. જેના પર અત્યારે 45,000થી વધુ લોકો તેને ફોલો કરી રહ્યા છે. પોતાના આ એકાઉન્ટ દ્વારા તે પોતાના પગના ફોટા વેચીને દર અઠવાડિયે £ 460 (રૂ. 43,000) કમાય છે. તેની માસિક આવક 1,70,000 રૂપિયાથી વધુ છે.

સોશ્યલ મીડિયા પર પગના ફોટો વેચીને આવક ઉભી કરવા વિશે કૅસીએ કહ્યું હતું કે, મેં નક્કી કર્યું કે આ મારા માટે એક મનોરંજન સાથે શોખનો વિષય અને સાથે સાથે આવકનું સાધન બની રહેશે. મને એવી પણ આશા હતી કે આનાથી મને કેટલીક આવક થશે. હું હંમેશાં એક મૉડેલ બનવા ઈચ્છતી હતી. પરંતુ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકાળવાથી ડરતી હતી. મેં નગ્ન અથવા અશ્લીલ સામગ્રીને બદલે માત્ર મારા પગના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. અને લોકો તેને પસંદ કરવા લાગ્યા. જેના લીધે મને પૈસા મળવા લાગ્યા. અત્યારે હું આવકથી ઘણી ખુશ છું.

international news georgia offbeat news