બોલો, ૨૬ વર્ષ બાદ પહેલી વખત લીધો નાકથી શ્વાસ

07 February, 2021 09:40 AM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

બોલો, ૨૬ વર્ષ બાદ પહેલી વખત લીધો નાકથી શ્વાસ

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર @taylaurtots નામની એક યુઝરે પોતાની તસવીર પોસ્ટ કરીને સાઇનસની સર્જરી કરાવીને શ્વાસ લેવાની પહેલી મોકળાશ કેવી રીતે અનુભવી એનું વર્ણન કર્યું છે. તેણે હાડકું સીધું કરીને બે નસકોરાં જુદાં પાડતી સેપ્ટોપ્લાસ્ટીની સર્જરી કરાવતાં ૨૬ વર્ષ પછી નૉર્મલ શ્વાસોચ્છ્વાસ કેવી રીતે લઈ શકે છે એની વાત જણાવી હતી. હાડકાં-કાર્ટિલેજની સ્થિતિને કારણે નાકનો ૯૦ ટકા હિસ્સો અવરોધાયેલો રહેતો હોવાથી આટલાં વર્ષ શ્વાસ લેતી વખતે નસકોરાં ભારે થઈ જતાં હતાં અને હવા ઘસાવાને કારણેી નાકમાંથી અવાજ પણ આવતો હતો. ફક્ત ડાબા નસકોરાથી થોડો શ્વાસ લઈ શકાતો હતો. એ મહિલાને ત્રણ મહિના પહેલાં સેપ્ટોપ્લાસ્ટીની અસરકારકતાની ખાતરી થઈ હતી. દસેક દિવસ પહેલાં સર્જરી કરાવ્યા બાદ બે દિવસ પહેલાં ટાંકા ખોલ્યા પછીની તસવીર તેણે રેડિટ પર પોસ્ટ કરી હતી. સર્જરી પછી સ્વાદ અને સુગંધ લેવાની ક્ષમતા તીવ્ર બની હોવાનું એ મહિલાએ જણાવ્યું હતું.

offbeat news international news