રોબોટિક લેગ્સની મદદથી ૭૬૦૦ ટનનું સ્કૂલનું આખું બિલ્ડિંગ શિફ્ટ કરાયું

31 October, 2020 10:04 AM IST  |  Mumbai | Mumbai correspondent

રોબોટિક લેગ્સની મદદથી ૭૬૦૦ ટનનું સ્કૂલનું આખું બિલ્ડિંગ શિફ્ટ કરાયું

સ્કૂલના બિલ્ડિંગને ૧૮ દિવસમાં ૬૨ ફુટ દૂર ખસેડવામાં ૧૯૮ હાઇડ્રૉલિક લેગ્સ મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા.

ચીનના એન્જિનિયરોને ૧૯૮ રોબોટિક લેગ્સની મદદથી ૭૬૦૦ ટન વજનનું ૮૫ વર્ષ જૂનું સ્કૂલ બિલ્ડિંગ બીજા સ્થળે શિફ્ટ કરવામાં સફળતા મળી છે. સ્કૂલના બિલ્ડિંગને ૧૮ દિવસમાં ૬૨ ફુટ દૂર ખસેડવામાં ૧૯૮ હાઇડ્રૉલિક લેગ્સ મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા. ૧૯૩૫માં બંધાયેલી લાગેના પ્રાઇમરી સ્કૂલને શિફ્ટ કરવાનો વિડિયો હૉન્ગકૉન્ગના અખબાર સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટે સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

international news offbeat news