પતંગિયાની પાંખોનું ટ્રાન્સપ્લાન્ટ થયું, ગૂંદર, ટેપ અને પિનથી

21 October, 2019 09:00 AM IST  |  કૅન્સાસ

પતંગિયાની પાંખોનું ટ્રાન્સપ્લાન્ટ થયું, ગૂંદર, ટેપ અને પિનથી

આ પતંગિયાને મળી નવી પાંખો...

અમેરિકાના કૅન્સાસમાં આવેલા એક ઝૂમાં કેટી વૅનબ્લારિકમ નામની ૩૬ વર્ષની વૉલન્ટિયરને મોનાર્ક બટરફ્લાયની તૂટેલી પાંખનો એક હિસ્સો મળ્યો. પ્રાણીઓ માટે વિશેષ પ્રેમ ધરાવતી કેટીને ચિંતા થઈ કે જો પાંખ તૂટી ગઈ છે તો નક્કી નજીકમાં ક્યાંક પતંગિયું પણ હશે જે ઊડી નહીં શકતું હોય. નજીકમાં જ તેને એ પતંગિયું મળી પણ ગયું. એ પછી તેણે ગાર્ડનમાં બીજા કોઈ પતંગિયાં હોય તો એની શોધ ચલાવી. એમાં તેને એક મૃત પતંગિયું મળી આવ્યું. કેટીએ વિચાર્યું કે મરેલા બટરફ્લાયની પાંખ ઘાયલ પતંગિયાને લગાવી આપી હોય તો કેવું? તેણે તરત જ પોતાના પર્સમાંથી ગુંદર, અને માઇક્રોપોર ટેપ જેવી ચીજો કાઢી અને ઘાયલ પતંગિયાને નવી પાંખો ચોટાંડી દીધી. પતંગિયું જો કાચીપાકી ચોંટેલી પાંખ ફફડાવે તો ફરીથી એ નીકળી જાય એટલા માટે તેણે પતંગિયાની આજુબાજુમાં પિન ખોસીને તેનું હલનચલન બંધ કરાવી દીધું. લગભગ બે દિવસમાં તો તેની પાંખો એકદમ સરસ રીતે ચિપકી ગઈ અને પતંગિયાને છૂટ્ટું મૂકતાં જ ઊડવા પણ લાગ્યું હતું. નવાઈની વાત એ છે કે આ પતંગિયાને નવજીવન આપનારી કેટી પોતે ઇન્સેક્ટ આર્ટ બનાવે છે. એમાં તે મરેલા પતંગિયાને એકઠા કરીને તેમના બૉડીને પ્રિઝર્વ કરે છે અને એમાંથી જ્વેલરી, એક્સેસરીઝ અને ફ્રેમ જેવી ચીજો બનાવે છે.

offbeat news hatke news