ભૂરા રંગના એનર્જી ડ્રિન્કમાં બનાવેલા પાસ્તાને ખાય કોણ? માત્ર જોવાય

07 January, 2021 08:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભૂરા રંગના એનર્જી ડ્રિન્કમાં બનાવેલા પાસ્તાને ખાય કોણ? માત્ર જોવાય

પાસ્તા

વિચિત્ર વાનગીઓની વાત આવે તો ઇન્ટરનેટ પર એકથી એક ચડિયાતી દિમાગ હટાવી દે એવી વાનગીઓ આવતી હોય છે. હવે એમાં એક નવી વિચિત્ર વાનગીનો ઉમેરો થયો છે. એનર્જી ડ્રિન્કમાં પાસ્તા.

ઇન્ટરનેટ પર અમેરિકન જાદુગર જસ્ટિન ફ્લોમેનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એનર્જી ડ્રિન્કમાં પાસ્તા તૈયાર કરવાની રેસીપી છે.

વિડિયોમાં સૉસ પૅનમાં એનર્જી ડ્રિન્ક નાખીને એ ઊકળ્યા બાદ એમાં પાસ્તા નાખી એને ચડવા દેવામાં આવે છે. પાસ્તા ચડી ગયા બાદ એને એક પ્લેટમાં કાઢીને ફરી એક વાર પૅનમાં એનર્જી ડ્રિન્ક નાખી એમાં લોટ ઉમેરીને સૉસ તૈયાર કરી તૈયાર પાસ્તા પર રેડવામાં આવે છે. અથાણાથી પ્લેટને શણગારીને ડિશનું પ્રેઝન્ટેશન કરવામાં આવે  છે.

નેટિઝન્સ આ રેસિપી જોઈને એક જ વાક્ય કહે છે કે આ રેસિપી જોયા પછી ફરી પાસ્તા ખાવાની ઇચ્છા કોઈને નહીં થાય.

આ વિડિયો શૅર કરાયા બાદ અત્યાર સુધીમાં ૫૩ લાખ વખત જોવાયો છે તથા એને ૯૬૦૦ લાઇક્સ મળી છે.

offbeat news international news united states of america