વિશ્વની મોંઘીદાટ ફરારીનું વેચાણ 6 કરોડમાં થઇ શકે છે, જાણો વધુ

06 August, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વની મોંઘીદાટ ફરારીનું વેચાણ 6 કરોડમાં થઇ શકે છે, જાણો વધુ

ફાઈલ તસવીર

આપણે સહુ જાણીએ છીએ કે ફરારી બેજોડ ગણાય છે. કારણકે અત્યાર સુધીમાં માત્ર 36 વાર જ આ કાર્સનું પ્રોડક્શન થયું છે. હજી સુધી સૌથી વધુ વાર વેચાયેલી દુનિયાની સૌથી મોંધીદાટ કાર આ મહિને ફરી એકવાર વેચાવવા માટે તૈયાર છે. આ કારના વેચાણથી વધુ એક વિશ્વ રૅકોર્ડ બનશે તેવી આશા છે. આર એમ સોધબીઝના વાર્ષિક વેચાણમાં 1962માં ફરારી 250 જીટીઓ રજુ થઈ હતી અને હવે આ વર્ષે ફરી રજુ થશે.

આ વર્ષે આર એમ સોધબીઝના વાર્ષિક વેચાણમાં ફરારી 4.5 કરોડથી છ કરોડ ડોલરમાં વેચાશે તેવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. જો ફરારી 250 જીટીઓની હરાજી આ કિંમતની આસપાસ પણ પહોંચશે તો વર્ષ 2014માં 3.8 કરોડ ડોલરમાં વેચાયેલી 1962-63 ફરારી જીટીઓનો રૅકોર્ડ તૂટી જશે. વિશેષ વાત એ છે કે, આર એમ સોધબીઝની આ હરાજી એક રીતે આ વર્ષે  હરાજીના આયોજનની શરૂઆત છે. ત્યારબાદ 21 ઓગસ્ટે 68માં વાર્ષિક પેબલ બીચ કૅનકોર્સ ડી એલિગન્સ શો યોજાશે. જેમાં 1963માં આવેલી એસ્ટન માર્ટિનની ડીપી 215 ગ્રેન્ડ ટૂરિંગ કંપ્ટીશન પ્રોટોટાઈપ કાર હાજરી આપશે. જેની હરાજી બે કરોડ સુધી થશે તેવો અંદાજ છે.

ફરારી ગાડીઓ આટલી ઉંચી કિંમતે વેચાય છે તેના ત્રણ મુખ્ય કારણ છે. પહેલું આ કંપની દુનિયામાં સૌથી સફળ કાર બનાવવા માટે જાણીતી છે. બીજું ફરારીની કાર દુર્લભ શ્રેણીમાં આવે છે. કારણકે અત્યાર સુધીમાં માત્ર 36 કારનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. કારણકે અત્યાર સુધીમાં માત્ર 36 વાર જ આ કાર્સનું પ્રોડક્શન થયું છે. ત્રીજું કારણ એ કે ફરારીની કાર સહુથી સુંદર હોય છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા આર એમ સોધબીઝની વાર્ષિક હરાજીમાં વેચાનારી સૌથી મોંધી અમેરિકી કાર 1962માં બનેલી શેલબી કોબરા હતી. જે 1.38 કરોડ ડોલરમાં 2016 સુધી વેચાઈ હતી.

આર એમ સોધબીઝના વાર્ષિક વેચાણ આ વર્ષે ત્રણથી પાંચ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે.

national news offbeat news ferrari