હાથીએ હેલ્મેટ મોંમાં પધરાવી અને ચાલતી પકડી લીધી

12 June, 2021 09:26 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હેલ્મેટ ગળી જતા હાથીનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો

વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયા પર રજૂ કરાતી ઘટનાઓ, તસવીરો, વિડિયો અવનવાં અને રસપ્રદ હોય છે અને એથી વધારે રસપ્રદ એની કૅપ્શન્સ અને કમેન્ટ્સ હોય છે. તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હેલ્મેટ ગળી જતા હાથીનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડિયોમાં આસામના પાટનગર ગુવાહાટીના રસ્તા પરથી પસાર થતો હાથી રસ્તા પર ઊભી રખાયેલી એક બાઇક પર લટકાવેલી હેલ્મેટને ઉપાડીને મોંમાં પધરાવી દેતો હોવાનું દેખાય છે. એ વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘આસામના આમચંગ જંગલનો હાથી ગુવાહાટીના સતગાંવ વિસ્તારમાં હેલ્મેટ ગળી ગયો. એનો સ્વાદ કેવો હશે!’

offbeat news national news guwahati