ઇંગ્લૅન્ડમાં લોકોના ઘરની બહાર સિરામિકનાં હાથીનાં પૂતળાં કેમ મુકાયા?

03 December, 2020 08:33 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડમાં લોકોના ઘરની બહાર સિરામિકનાં હાથીનાં પૂતળાં કેમ મુકાયા?

ઘરની બહાર આવાં સિરામિકનાં હાથીનાં પૂતળાં મુકાયા હતાં

ઇંગ્લૅન્ડના વાયવ્ય પ્રાંતના સેન્ટ હેલન્સ નામના શહેરની વિન્સેન્ટ સ્ટ્રીટના અનેક લોકોના ઘરની બહાર ગયા અઠવાડિયે સિરામિકનાં હાથીનાં પૂતળાં મૂકવામાં આવ્યાં હતાં. રાતોરાત આવી ગયેલાં અલગ-અલગ શેપનાં હાથીનાં પૂતળાં જોઈને સ્થાનિક લોકોને જબરું આશ્ચર્ય થયું. એનું કોકડું ઉકેલવા પોલીસે બીડું ઝડપ્યું. કુલ લગભગ ૬૪ હાથીઓનાં અલગ-અલગ સાઇઝ અને શેપનાં પૂતળાંનું આ ઝુંડ એકઠું કરીને પોલીસે એનું રહસ્ય ઉકેલવા કમર કસી, પણ કંઈ હાથ ન વળ્યું. લગાતાર ત્રણ દિવસ આવી ઘટનાઓ ઘટ્યા પછી એક દાદાજીએ સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં પહોંચીને કહ્યું કે આ કામ તેમનું છે. તેમની પત્નીના અવસાન પછી એ શોભાનાં સુંદર પૂતળાં તેમણે કાઢી નાખ્યાં હતાં. દાદાજીનું કહેવું હતું કે પત્નીની પ્રથમ પુણ્યતિથિએ તેને પ્રિય એવાં શોભાનાં પૂતળાં બીજા લોકો સાથે વહેંચવા માટે તેમણે આમ કર્યું હતું.

offbeat news international news england