આ મહિલાને શા માટે ‘સાઇકો’ ગણાવાઈ?

14 May, 2022 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નિયમોનો સાર માત્ર એટલો જ છે કે તેનો પુરુષમિત્ર તેના સિવાય અન્ય કોઈ સ્ત્રી સામું પણ ન જુએ. તેનું માનવું છે કે તેના પુરુષમિત્રોએ માત્ર ટિકટૉક પર જ રહેવું જોઈએ. 

આ મહિલાને શા માટે ‘સાઇકો’ ગણાવાઈ?

ઇન્સ્ટાગ્રામ પર કૅનેડાની નતાલિયા રૈનિસો નામની એક મહિલાએ તેના પુરુષમિત્રોએ કેવી રીતે વર્તવું એની લાંબીલચક યાદી તૈયાર કરી છે અને એનો વિડિયો તૈયાર કરીને સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. તેને ડેટ કરનાર પુરુષો આ યાદીમાં લખેલી વાતોનું સંપૂર્ણપણે પાલન કરે એવી તે આશા રાખે છે. જોકે આ નિયમોનો સાર માત્ર એટલો જ છે કે તેનો પુરુષમિત્ર તેના સિવાય અન્ય કોઈ સ્ત્રી સામું પણ ન જુએ. તેનું માનવું છે કે તેના પુરુષમિત્રોએ માત્ર ટિકટૉક પર જ રહેવું જોઈએ. 
ગયા મહિને પોસ્ટ કરેલા તેના વિડિયોને અત્યાર સુધી લાખો વ્યુઝ મળ્યા છે. કેટલાકે કમેન્ટ-બૉક્સમાં તેને સંબંધો માટે વધુ પડતી ‘નિયંત્રક’ અને ‘ઝેરી’ ગણાવી છે. નતાલિયા જણાવે છે કે તેના ગે મિત્રો તેને સાઇકો ગણે છે, પરંતુ તેના તમામ ભૂતપૂર્વ પુરુષમિત્રોએ તેના નિયમોનું પાલન કર્યું હતું. 

offbeat news