૪૩૫ કિલોના આ પાકિસ્તાની હલ્કે કેમ ૩૦૦ છોકરીઓને લગ્ન માટે ના પાડી?

07 January, 2021 08:33 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

૪૩૫ કિલોના આ પાકિસ્તાની હલ્કે કેમ ૩૦૦ છોકરીઓને લગ્ન માટે ના પાડી?

ખાનબાબા

ખાનબાબા નામે ઓળખાતા પાકિસ્તાનના અર્બાબ ખીઝર હયાતનું વજન ૪૩૫ કિલોગ્રામ છે, જે તેના ભોજનમાં રોજની ૧૦,૦૦૦ કૅલેરી લે છે. ખાનબાબા એક હાથે કાર ખેંચી શકે છે અને ટ્રૅક્ટર રોકી શકે છે. આથી તે પાકિસ્તાનના હલ્ક તરીકે ઓળખાય છે. પાકિસ્તાનના મરડાન જિલ્લાનો રહેવાસી ખાનબાબા સોશ્યલ મીડિયા પર લોકપ્રિય છે. ખાનબાબા નાસ્તામાં રોજ ૩૬ ઈંડાં, ૩ કિલોગ્રામ માંસ અને પાંચ લિટર દૂધ લે છે. ગયા વર્ષે પોતાની જીવનસાથીની શોધ કરવા બદલ તે અખબારની સુરખીઓમાં ચમક્યો હતો.

૨૮ વર્ષના ખાનબાબાએ ઓછા વજનની હોવા માત્રથી લગભગ ૩૦૦ જેટલી છોકરીઓને નકારી કાઢી હતી. એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે ૧૦૦ કિલો કરતાં ઓછા વજનની છોકરીઓ તેના શરીરના બોજ હેઠળ કચડાઈ જશે એવો તેને ભય લાગે છે.‍ હું ભારે વજનની છોકરી શોધી રહ્યો છું જેથી મારા થકી તેને કોઈ નુકસાન ન પહોંચે. મને પરણવા માગતી છોકરી વધુ પાતળી ન હોવી જોઈએ એમ પણ તેણે મુલાકાતમાં કહ્યું હતું.

offbeat news international news pakistan