રીંછે શા માટે કરી માલિકને ભેટવાની જીદ?

22 November, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માલિક પણ એને લાડ કરવા, ગળા પર પ્રેમથી હાથ ફેરવવા જેવા વહાલ કરવા માંડે છે. જે બન્ને વચ્ચેનું બૉન્ડિંગ દર્શાવે છે.

રીંછે શા માટે કરી માલિકને ભેટવાની જીદ?

જ્યારે તમે કોઈકને અઢળક પ્રેમ કરતા હો તો તેનું ધ્યાન આકર્ષિત કરવા તમે કોઈ પણ હદે જઈ શકો છો. આવા સમયે ઘરનું બાળક હોય તો તમે તેને સમચાવી-પટાવીને કે ઘણી વાર થોડો ગુસ્સો કરીને પણ શાંત કરી શકો, પણ જો તેના સ્થાને તમારું પાળેલું પ્રાણી હોય તો તમારું ધ્યના ખેંચવા સાથે જ એ તમને ભેટવા માટે આગ્રહ કરે અને એનો તમે ઇનકાર પણ ન જ કરી શકો.    સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં કાંઈક આવું જ જોવા મળે છે. રશિયામાં એક રૂમમાં એક વ્યક્તિ બારીની બહાર જોઈ રહ્યો છે અને તેનું ધ્યાન આકર્ષિત કરવા તેનું પાળેલું રીંછ બનતા પ્રયાસ કરી રહ્યું છે. રીંછ એના પાછલા પગ પર ઊભું રહીને બારીની બહાર જોઈ રહેલા તેના માલિક સામે જોઈને તેને પોતાની તરફ નજર કરવા આકર્ષિત કરે છે અને જેવો તે વ્યક્તિ પાછળ ફરીને રીંછ તરફ ધ્યાન આપે છે ત્યારે રીંછ તેને ગળે વળગીને લાડ કરવા માંડે છે. માલિક પણ એને લાડ કરવા, ગળા પર પ્રેમથી હાથ ફેરવવા જેવા વહાલ કરવા માંડે છે. જે બન્ને વચ્ચેનું બૉન્ડિંગ દર્શાવે છે.

offbeat news