સેલ્ફ ડ્રાઇવિંગમાં કારમાં કેમ લગાડાઈ આંખો?

28 September, 2022 10:59 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જપાનના સંશોધકોએ બે મોટી રિમોટ કન્ટ્રોલથી સંચાલિત રોબોટિક આંખો કારના આગળના ભાગમાં ફિટ કરી છે

સેલ્ફ ડ્રાઇવિંગમાં કારમાં કેમ લગાડાઈ આંખો?

ડ્રાઇવર વગરની કારના આગળના ભાગમાં જો ખોટી આંખ બેસાડવામાં આવે તો અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે એવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. જપાનના સંશોધકોએ બે મોટી રિમોટ કન્ટ્રોલથી સંચાલિત રોબોટિક આંખો કારના આગળના ભાગમાં ફિટ કરી છે. સંશોધન વખતે ખબર પડી કે આવી આંખો ફિટ કરી હોય ત્યારે રાહદારીઓ રસ્તો ક્રૉસ કરવાનું પસંદ કરે છે, કારણ કે રસ્તો ક્રૉસ કરનારને લાગશે કે સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્નૉલૉજીએ તેમને જોયા છે. એટલે એ વાહન એ રીતે આગળ વધશે કે ટક્કર નહીં વાગે. એના દ્વારા તેમને ખાતરી થઈ જાય છે કે વાહનચાલકોએ તેમની હાજરીની નોંધ લીધી છે, પરંતુ ભવિષ્યમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારની સંખ્યા વધવાની છે ત્યારે આવી આંખો લગાવવાને કારણે રાહદારીને રસ્તો ઓળંગવાનુ નક્કી કરવામાં મદદ મળી શકે છે. જપાનની યુનિવર્સિટી દ્વારા આ સંદર્ભે એક પ્રયોગ પણ કરવામાં આવ્યો, જેમાં ૯ મહિલાઓ અને ૯ પુરુષોને પસંદ કરવામાં આવ્યાં તથા કારને જ્યારે રોબોટિક આંખો ફિટ કરી હતી અને નહોતી કરી એ વખતની પ્રતિક્રિયા નોંધવામાં આવી હતી. પ્રયોગમાં એટલી વાત સાબિત થઈ કે જ્યારે કારમાં આંખો ફિટ કરી હતી ત્યારે મોટા ભાગના લોકોએ રસ્તો ક્રૉસ કરવાનું પસંદ કર્યું હતું. 

offbeat news international news japan tokyo