દાંત સાફ કરતાં-કરતાં આખું ટૂથબ્રશ જ પેટમાં ઊતરી ગયું

24 September, 2020 08:43 AM IST  |  Mumbai | Mumbai correspondent

દાંત સાફ કરતાં-કરતાં આખું ટૂથબ્રશ જ પેટમાં ઊતરી ગયું

ડૉક્ટર પાસે સર્જરી કરાવીને બહાર કઢાવવું પડ્યું

અરુણાચલ પ્રદેશની રોઇંગ લોઅર દિબાંગ વૅલીનો રહેવાસી 39 વર્ષનો માણસ ગઈ ૧૫ સપ્ટેમ્બરે દાંત ઘસતો હતો ત્યારે બ્રશ છેક ગળા સુધી લઈ ગયો. આકસ્મિક રીતે એ બ્રશ સીધું પેટમાં ઊતરી ગયું. ત્યાર પછી એ માણસ સીધો ડૉક્ટરો પાસે પહોંચ્યો. ડૉક્ટરોને એ સ્થિતિમાં જોખમ જણાતાં દરદીના પેટમાંથી બ્રશ કાઢવાની જહેમત શરૂ કરી. ચોવીસ કલાકમાં દરદીના પેટમાંથી બ્રશ કાઢી નાખતાં તેને રાહત થઈ હતી.
૧૫મીએ બ્રશ પેટમાં જવાને કારણે અચાનક મુશ્કેલી ઊભી થતાં દરદીને સ્થાનિક ડૉક્ટર પાસે લઈ જવાયો હતો. ડૉક્ટરની સલાહ મુજબ તેને બકીન પર્ટીન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં લેવાયેલા એક્સરેમાં ઉદર પટલ સુધીના ભાગમાં બ્રશ ન દેખાયું ત્યારે કેસ બીજા સર્જ્યનને રિફર કર્યો હતો. બીજા સર્જ્યને બ્રશ પેટમાં ઊતરી ગયું હોવાની શક્યતા દર્શાવતાં દરદીની કેટલીક ટેસ્ટ કરવામાં આવી હતી. દરદીને પેટમાં કે અન્ય ભાગમાં ક્યાંય દુખાવો થતો નહોતો, પરંતુ પેટના ઉપરના ભાગમાં સહેજ અસ્વસ્થતા જણાતી હતી. છેવટે સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જનરલ ઍનેસ્થેશિયામાં ૩૫ મિનિટની સર્જરી બાદ બ્રશ પેટમાંથી કાઢવામાં સફળતા મળી હતી.

arunachal pradesh national news offbeat news