ઉંદર જેવું દેખાતું આ કયું પ્રાણી છે?

11 January, 2019 09:27 AM IST  |  ઑસ્ટ્રેલિયા

ઉંદર જેવું દેખાતું આ કયું પ્રાણી છે?

બોલો તમે ઓળખી શકો છો ?

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લેક બોલૅક પાસે એક અજીબ પ્રાણી જોવા મળ્યું હતું. બૉડી કૅપ્સ્યુલ જેવું હતું અને પાછળથી પૂંછડી નીકળતી હતી. એક સોશ્યલ મીડિયા યુઝરે આ અજીબોગરીબ પ્રાણીની તસવીરો અને વિડિયો અપલોડ કરીને લોકોને ધંધે લગાડી દીધા હતા. કેટલાય લોકો આ પ્રાણી કયું છે એનું અનુમાન લગાવવા લાગ્યા હતા. આમ તો ચાલવાની સ્ટાઇલ પરથી ઉંદર જેવું લાગતું હતું, પરંતુ કૅપ્સ્યુલ જેવું લંબગોળ શરીર અને શરીરની નીચે ઇયળની જેમ ચાર કરતાં વધુ ટચૂકડા પગ હતા એ જોતાં આ પ્રાણી બાબતે જબરું કુતૂહલ જાગ્યું હતું.

આ પણ વાંચોઃ 7 વર્ષ પહેલાં ટીનેજરે આઇફોન લેવા કિડની વેચી નાખેલી, હવે છે પથારીવશ

જોકે આ વિડિયો પરથી લેક બોલૅક પહોંચી ગયેલા યુનિવર્સિટી ઑફ સિડનીના પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે આ ઉંદર જેવી પૂંછડીવાળો મૅગોટ છે. આ મૅગોટ પૂંછડીની મદદથી પાણીમાં તરે છે અને શ્વાસ લે છે.

offbeat news