જ્યારે બૅન્કમાં ન લાગી નોકરી તો કોરોના કાળમાં ખોલી SBIની ફૅક બ્રાન્ચ

12 July, 2020 04:15 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જ્યારે બૅન્કમાં ન લાગી નોકરી તો કોરોના કાળમાં ખોલી SBIની ફૅક બ્રાન્ચ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

પોલીસ સૂત્રોએ શનિવારે જણાવ્યું કે યુવક એસબીઆઇના એક પૂર્વ કર્મચારીનો પુત્ર છે. તેણે દેશની સૌથી મોટી બૅન્કને નામે ચાલાન ફૉર્મ અને અન્ય કાયદાકીય કાગળ તૈયાર કરાવી લીધા હતા. તેણે બ્રાન્ચમાં નોટ ગણવાની મશીન જેવી એક મશીન પણ રાખી લીધી જેથી લોકોને બૅન્ક અસલી બ્રાન્ચ જેવી લાગે. તેણે આ કામ પોતાના ઘરની ઉપર જ શરૂ કર્યું. જો કે, તેના ઘરની બહાર કોઇ સાઇનબૉર્ડ લગાડેલું નહોતું.

પોલીસે પૂછપરછ બાદ કરી ધરપકડ
એસબીઆઇની પનરુતિ બ્રાન્ચના પ્રબંધકે એક ગ્રાહક પાસેથી મળેલી સૂચના બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી અને તેની પાસેથી બધી ડુપ્લિકેટ સામગ્રી જપ્ત કરી લીધી. આ પૂથવા પર તેણે પૈસા જમા કરાવવાને નામે લોકોને ઠગ્યા છે તો પનરુતિ પોલીસ નિરીક્ષકે કહ્યું કે અમને આ પ્રકારની કોઇ ફરિયાદ નથી મળી.

યુવકના પિતા હતા એસબીઆઇ કર્મચારી
યુવકના પિતા એસબીઆઇના પૂર્વ કર્મચારી હતા જેમનું નિધન થઈ ગયું. તેની માતા પણ તે જ બેન્કમાં કામ કરી ચૂકી છે અને થોડોક સમય પહેલાં જ રિટાયર થઈ છે. પોલીસે કહ્યું કે તેને બેન્કના કામકાજની માહિતી હતી અને તે ત્યાં કામ કરવા માગતો હતો. પોલીસે જણાવ્યું કે પૂછપરછમાં તેણે બાલિશ અને ન સમજાય તેવી વાતો કરી. તેણે કહ્યું કે તે મુંબઇથી બેન્કની બ્રાન્ચ ઓપન કરવાની પરવાનગીની રાહ જોઇ રહ્યો હતો. ત્યાર બાદ તેણે કહ્યું કે તેની યોજના સાઇનબૉર્ડ ટીંગાડવાની હતી. તેણે પિતાના નિધન બાદ અનુકંપાને આધારે બેન્કમાં નોકરી મેળવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તે નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યો જેના પછી તેણે આ પગલું લીધું.

national news coronavirus covid19 Crime News offbeat news