બૅન્ગકોકમાં છવાયો રબરનાં પીળાં બતકિયાંનો ફીવર

03 December, 2020 08:15 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

બૅન્ગકોકમાં છવાયો રબરનાં પીળાં બતકિયાંનો ફીવર

રબરનાં પીળાં બતકિયાં

છેલ્લા કેટલાક દિવસથી થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકોકમાં રાજાશાહીના વિરોધમાં જબરજસ્ત દેખાવો થઈ રહ્યા છે. પ્રો-ડેમોક્રસી પ્રોટસ્ટર્સ નાની-મોટી સાઇઝનાં રબરનાં પીળાં ડક્સ લઈને સરઘસમાં શામેલ થતા આવ્યા છે. કહેવાતું હતું કે પાણી છાંટીને પબ્લિકના ટોળાંને વિખેરવાની સરકારની રીત સામે રક્ષણ મેળવા લોકો મોટા પીળાં રબર ડક્સ લઈને ઊતરતાં. પાણીના ફુવારા સામે એ બતકની આડશે બચાવ કરતાં. જોકે એ પછી તો એમ જ વિરોધ માટે પીળાં બતકિયાં લઈને ઊતરવાનો જાણે શિરસ્તો પડી ગયો છે.

હાલમાં તો લોકશાહીના સમર્થકો ઠેર-ઠેર પીળાં બતકની વિવિધ પ્રોડક્ટ્સ લઈને નીકળી પડે છે. એટલું જ નહીં, આખી મર્ચન્ડાઇઝ ખૂલી ગઈ છે. ઘરમાં પહેરવાનાં સ્લિપર્સથી લઈને માથામાં પહેરવાની ક્લિપ પણ ડક-સ્ટાઇલની છે. વિરોધ પ્રદર્શન માટે કૉલેજમાં સ્ટુડન્ટ્સ ડકની ક્લિપ્સ પહેરીને જાય છે તો હાથમાં રબર-ડકનું કીચેઇન પણ હવે લોકોના હાથમાં ફરવા લાગ્યું છે.

જોકે સવાલ એ છે કે વિરોધ કરવા માટે રબરનાં આ પીળાં બતકનો સિમ્બૉલ તરીકે ઉપયોગ કેમ થાય છે એનું રહસ્ય હજી અકબંધ છે.

offbeat news international news thailand bangkok