સ્કૉર્પિયો કારને ઝાડ સાથે બાંધેલી જોઈને આનંદ મહિન્દ્રએ શું કર્યું?

10 November, 2020 09:17 AM IST  |  Mumbai | Mumbai correspondent

સ્કૉર્પિયો કારને ઝાડ સાથે બાંધેલી જોઈને આનંદ મહિન્દ્રએ શું કર્યું?

સ્કૉર્પિયો કારને ઝાડ સાથે બાંધેલી જોઈને આનંદ મહિન્દ્રએ શું કર્યું?

સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહેતા મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રની ટ્વીટની નેટિઝન્સમાં ચર્ચા પણ થતી હોય છે. તાજેતરમાં આનંદ મહિન્દ્રએ એક તસવીર ટ્વિટર પર શૅર કરી છે, જેમાં એક વ્યક્તિએ તેની સ્કૉર્પિયોને એક ઝાડ સાથે સાંકળ વડે બાંધી છે.
વાસ્તવમાં લૉકડાઉન વખતે પોતાની કાર કે સાઇકલ ચોરાઈ ન જાય એ માટે ઘણા લોકો એને સાંકળ વડે બાંધી રાખતા હોય એવું જાણવા મળેલું. નવાઈની વાત એ છે કે આવા જ ડરને કારણે કોઈ પોતાની કારને ઝાડ સાથે બાંધે તો કેવું લાગે? એક વ્યક્તિએ સ્કૉર્પિયો કારને પણ ચોરાઈ જવાના ભયથી ઝાડ સાથે બાંધી દીધી હતી અને એ તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
તસવીરને ટ્વિટર-હૅન્ડલ પર શૅર કરતાં આનંદ મહિન્દ્રએ કૅપ્શનમાં લખ્યું છે, ‘માન્યું કે આ કોઈ હાઇટેક સૉલ્યુશન નથી, પણ આ બતાવે છે કે માલિકને તેની કાર સાથે કેટલો લગાવ છે. મારા માટે આ તસવીર સટિક રૂપ દર્શાવે છે કે લૉકડાઉનમાં હું કેવું મહેસૂસ કરું છું. આ વીક-એન્ડમાં હું એ ચેઇન તોડવાની કોશિશ કરીશ.’

national news offbeat news anand mahindra