ટોપીનો રંગ કયો? ગ્રીન કે મરૂન

24 November, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીકટૉક-યુઝર સ્ટોરમાંથી લીલા રંગની ટોપી ખરીદીને લાવ્યો હતો, પરંતુ ઘરે જઈને જોયું તો ટોપી મરૂન રંગની હતી. પછી એને અંદાજ આવ્યો કે વિવિધ પ્રકારની લાઇટિંગમાં કલરમાં પણ ફરક પડતો હતો.  

ટોપીનો રંગ કયો? ગ્રીન કે મરૂન

ટિકટૉક પર એક વિડિયો વાઇરલ થયો છે, જેને જોઈને ઘણા લોકો ગોથું ખાઈ જાય છે. એમાં એક ટોપી દેખાડવામાં આવી છે અને પછી એનો રંગ પૂછવામાં આવે છે. શરૂઆતમાં આ ટોપી ભૂખરા લાલ રંગની દેખાય છે, પછી એને થોડા અલગ પ્રકાશમાં લઈ જતાં એનો રંગ લીલો થઈ જાય છે. ટિકટૉક-યુઝર કહે છે કે ઇન્ટીરિયરમાં લાઇટિંગનું મહત્ત્વ ઘણું છે. લાઇટિંગના આધારે કલર બદલાતો હોય છે. ટીકટૉક-યુઝર સ્ટોરમાંથી લીલા રંગની ટોપી ખરીદીને લાવ્યો હતો, પરંતુ ઘરે જઈને જોયું તો ટોપી મરૂન રંગની હતી. પછી એને અંદાજ આવ્યો કે વિવિધ પ્રકારની લાઇટિંગમાં કલરમાં પણ ફરક પડતો હતો.  

offbeat news