જબરો યોગાનુયોગ બાપ-દીકરી બન્નેનો જન્મદિન ૨૯ ફેબ્રુઆરી

03 March, 2020 08:58 AM IST  |  Mumbai Desk

જબરો યોગાનુયોગ બાપ-દીકરી બન્નેનો જન્મદિન ૨૯ ફેબ્રુઆરી

કૅલિફૉર્નિયામાં શનિવારે ૨૯ ફેબ્રુઆરીએ લીપ-ડે પર એક બાળકીનો જન્મ થયો હતો અને આશ્ચર્યની વાત એ હતી કે તેના પપ્પાનો જન્મ પણ લીપ-ડેના દિવસે જ થયો હતો. લીપ-ડેના દિવસે બાળક તેની માતા કે પિતા સાથે જન્મદિવસ શૅર કરતું હોય એવો કિસ્સો ૨૧ લાખ લોકોમાંથી કોઈ એક સાથે થાય છે.

આ બાળકી કેમિલાના જન્મની ડ્યુડેટ ત્રીજી માર્ચ હતી, એમ જણાવતાં તેની મમ્મી જેનિફરે કહ્યું કે તે ત્રણ દિવસ વહેલી જન્મતાં અમને આશ્ચર્ય થયું છે, પરંતુ તેનો જન્મદિવસ તેના પપ્પા સાથે શૅર કરે છે એ વાતથી અમે ખૂબ ખુશ છીએ. કેમિલાના પિતા પૅન્લોઝા પણ આ વાતથી ખૂબ જ ઉત્સાહી છે કે તેઓ હવે જીવનભર તેમની દીકરી સાથે જન્મદિવસ શૅર કરશે.

california offbeat news international news happy birthday