વૉટ અ બૅલૅન્સઃ ૧ જેન્ગા પર ૪૮૫ બ્લૉક્સનો ટાવર

13 July, 2020 12:41 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

વૉટ અ બૅલૅન્સઃ ૧ જેન્ગા પર ૪૮૫ બ્લૉક્સનો ટાવર

વૉટ અ બૅલૅન્સઃ ૧ જેન્ગા પર ૪૮૫ બ્લૉક્સનો ટાવર

અમેરિકાના ઍરિઝોનાના રહેવાસી તાઈ સ્ટાર વેલાંતીએ ગિનેસ બુકનો રેકૉર્ડ તોડવા માટે એક બ્લૉકને બેઝ બનાવીને એના પર કુલ ૪૮૫ જેન્ગા બ્લૉક્સ ગોઠવીને એનો મસ્ત ટાવર બનાવ્યો હતો, જે એક રેકૉર્ડ છે. આ અગાઉનો રેકૉર્ડ વેલાંતીના જ નામનો હતો. એ વખતે તેણે ૩૫૩ બ્લૉક્સ ગોઠવીને ટાવર બનાવ્યો હતો. આવો ટાવર બનાવતી વખતે બ્લૉક ગોઠવવામાં ઉપર અને આજુબાજુ બન્ને તરફ વ્યાપ ફેલાતો હોય છે. એની એ ટેક્નિક લોકપ્રિય બની છે. તેણે કોરોના લૉકડાઉનના સમયનો સદુપયોગ કરીને બે કલાકમાં ટાવર બનાવ્યો હતો. એ ટાવર ૯ મિનિટ ટકી રહ્યો હતો, કારણ કે નવમી મિનિટે વેલાંતીના નાના દીકરાએ આવીને ટાવરનું ડિમોલિશન કરી નાખ્યું હતું. 

international news national news offbeat news