ખરીદવા હતા ૪૮ ટૉઇલેટ રોલ પરંતુ ભૂલથી ખરીદાઈ ગયા ૨૩૦૪ રોલ

09 March, 2020 01:19 PM IST  |  Mumbai Desk

ખરીદવા હતા ૪૮ ટૉઇલેટ રોલ પરંતુ ભૂલથી ખરીદાઈ ગયા ૨૩૦૪ રોલ

48 ને બદલે લીધા 2304 ટોઇલેટ રોલ્સ

ઑસ્ટ્રેલિયામાં એક પરિવારે ઑનલાઇન શૉપિંગ કરતી વખતે ભૂલથી ૨૩૦૦ ટૉઇલેટ રોલ ખરીદી લીધા. આ ટૉઇલેટ રોલ તેઓ ૧૨ વર્ષ સુધી વાપરી શકશે. ટુવુમ્બાના જનેત્સકીએ કહ્યું હતું કે વાસ્તવમાં અમને ૪૮ ટૉઇલેટ રોલ જોઈતા હતા, પરંતુ અમે ૪૮ રોલને બદલે ૪૮ બૉક્સ રોલનો ઑર્ડર આપી દીધો. 

પરિવારને મળેલા ૨૩૦૪ રોલ માટે તેમણે ૨.૫ લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. જ્યારે ૪૮ રોલ માટે તેમણે માત્ર ૫૦૦૦ રૂપિયા ચૂકવવાના હતા. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કોરોના વાઇરસના ડરથી ઑસ્ટ્રેલિયામાં ટૉઇલેટ રોલની ખરીદી વધી ગઈ હતી. સામાન્ય રીતે આ પરિવાર ૧૨ અઠવાડિયાં માટે ૪૮ રોલ ઑર્ડર કરતો હતો, પણ આ વખતે ૪૮ બૉક્સ રોલને કારણે હવે ૧૨ વર્ષ સુધી વાપરી શકાય એટલા રોલ આવી ગયા છે.

international news offbeat news australia