રોડ પર ગંદકી ફેલાવનારાને બાળકે શીખવ્યો સબક, વીડિયો જોઈ તમે કહેશો શાબાશ!

17 May, 2020 07:58 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રોડ પર ગંદકી ફેલાવનારાને બાળકે શીખવ્યો સબક, વીડિયો જોઈ તમે કહેશો શાબાશ!

તસવીર સૌજન્ય વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો જેવાને તેવું. આ વીડિયોમાં નાના બાળકે ગાડીમાંથી ઉતરીને રસ્તા પર કચરો ફેંકનારને જે સબક શીખવ્યો છે, ખરેખર વખાણવાલાયક છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે એક પિતા પોતાના બે બાળકો સાથે રસ્તા પર પગે ચાલીને જઈ રહ્યા છે. બન્નેમાંથી એક બાળક પગે ચાલે છે જ્યારે બીજું બાળક વૉકર પર છે.

ગાડીવાળાની બોલતી થઈ ગઈ બંધ
આ દરમિયાન સ્ટ્રીટ પર ઉભેલી એક ગાડીમાંથી કોઇક વ્યક્તિએ પાણીની ખાલી બોટલ રસ્તા પર ફેંકી દે છે. આ જોઈ બાળક દોડીને આવે છે અને બોટલ ઉપાડીને પાછી ગાડીમાં જ ફેંકી દે છે. આ જોઇ વ્યક્તિ ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ નાના બાળકમા પિતા ગાડી સામે આવીને જોરથી પગ મારીને ગાડીનો દરવાજો બંધ કરી દે છે. આ જોઈ ગાડીવાળાની બોલતી બંધ થઈ જાય છે તે કંઇ બોલી જ નથી શકતો.

આ વીડિયો સુશાંત નંદાએ શૅર કર્યો
આ વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાના અકાઉન્ટ પરથી શૅર કર્યો છે. તેના કૅપ્શનમાં તેમણે લખ્યું છે કે ભવિષ્ય તારા હાથમાં છે નાના ઉસ્તાદ.

વીડિયો હજારો લોક જોઈ ચૂક્યા છે
સુશાંત નંદાના આ વીડિયોના સમાચાર લખાયા સુધીમાં હજારો લોક જોઈ ચૂક્યા હતા હજારથી વધારે લોકોએ લાઇક કરી લીધો છે અને ઘણાં લોકોએ રિટ્વીટ કર્યો છે તો ઘણી બધી કોમેન્ટ્સ પણ કરવામાં આવી છે. જેમાં તેમણે બાળક અને તેના પિતાના ખૂબ જ વખાણ કર્યા છે.

એક યૂઝરે લખ્યું છે- દરેક ક્રિયાની સમાંતર પ્રતિક્રિયા હોય છે.

એક યૂઝર નિશા કૃષ્ણાએ લખ્યું છે, "મુઝે દિલ ચાહતા હૈ" જેવા લોકો બિલકુલ પસંદ નથી. અન્ય એક યૂઝર સંજીતે લખ્યું છે, "બાળકના પિતા પણ દિલેર અને મહાન છે." તો અન્ય એક યૂઝર અદિતિએ લખ્યું, - દરેક ક્રિયાની સમાંતર પ્રતિક્રિયા હોય છે.

offbeat news offbeat videos national news