કેળાંના આ ઝાડમાં ઉગ્યા સેંકડો કેળા, વીડિયો વાયરલ

12 May, 2020 07:55 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કેળાંના આ ઝાડમાં ઉગ્યા સેંકડો કેળા, વીડિયો વાયરલ

આટલા બધાં કેળા ઉગ્યા એક સાથે

કોઇકે ખરું જ કહ્યું છે કે, "દેને વાલા જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હે." સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે કહેશો કે આ શું છે? આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેળાંના એક ઝાડમાં ફળ આપવાનો સમય આવ્યો તો કેળાના આ ઝાડે એટલા કેળા આપ્યા કે ગામનાો દરેક વ્યક્તિ કેળાં ખાઇ શકે છે. આ કેળાંના ઝાડમાં લાગેલા ફુલ ખીલી રહ્યા છે, જેથી કેળાંના ફળની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આ વધારાની સ્થ્તિ આ ઉત્પન્ન થયેલા કેળાંનો ગુચ્છો જમીનને સ્પર્શવા લાગ્યો છે. આ જોઇને ઘરના લોકોએ 2-3 ફૂટ જમીન ખોદીને કેળાના ગુચ્છાને જગ્યા કરી આપી છે જેથી તે હજી વધારે વધી શકે. કેળાના ફૂલ જોઇને એવું લાગે છે કે આ ફળમાં હજી પણ વધારો થવાનો છે. કુદરતની આ કરામત જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે.

સુશાંત નંદાએ શૅર કર્યો વીડિયો
આ વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર પર શૅર કર્યો છે. તેના કૅપ્શનમાં તેમણે લખ્યું છે કે, "ભારતમાં, વિશ્વના સૌથી વધારે કેળાંનું ઉત્પાદન થયા છે અને કેળાંના આ ગુચ્છાને જોઈને એવું લાગે છે કે આમાં ડઝનબંધ કેળાંઓ છે."

12 હજાર લોકો જોઇ ચૂક્યા વીડિયો
સુશાંત નંદાના આ વીડિયોને સમાચાર સુધી પહોંચતાં 12 હજાર લોકો જોઇ ચૂક્યા છે અને 700 લોકોએ લાઇક કર્યું છે. તો 160થી વધારે લોકોએ રિટ્વીટ કર્યો છે. જ્યારે ઘણાં લોકોએ કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

એક યૂઝરે લખ્યું છે કે આ તો આખા ગામ માટેના કેળાં છે તો બીજા યૂઝરે લખ્યું ઘણું મોટું છે, આ એક પરિવાર માટે તો નથી, પણ આખાં ગામ માટે છે. તો અન્ય એક યૂઝર જોશીએ લખ્યું છે કે, એસા દેશ હૈ મેરા, અતુલ્ય ભારત.

offbeat news national news