ઈંડાંમાંથી સાપનું બચ્ચું પેદા થતું જોઈ લો

06 July, 2020 09:29 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

ઈંડાંમાંથી સાપનું બચ્ચું પેદા થતું જોઈ લો

ઈંડાંમાંથી સાપનું બચ્ચું પેદા થતું જોઈ લો

સાપનું બચ્ચું પેદા થાય ત્યારે કેવું હોય? મોટા ભાગે ઈંડાંમાંથી પેદા થતા સાપ ખૂબ જ નાના કદના હોય છે. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બે ઈંડાંમાંથી સાપનાં બચ્ચાં પેદા થયાં છે. ઈંડું ફોડીને બહાર નીકળતાં બચ્ચાં એક હાથ પર ચડીને ઝડપથી સરકીને આગળ વધી રહ્યાં છે. પેટ્સ સ્ટોર ચલાવતા બ્રિરુઅર નામના યુવકે આ વિડિયો લીધો છે અને એમાં અનેક પ્રકારના સાપ છે. એક સાપ તો અલ્બીનો પ્રકારનો છે.
પ્રીહિસ્ટોરિક પેટ્સ નામના ઇન્સ્ટાગ્રામ-પેજ પર અપલોડ કરાયેલા વિડિયોમાં ઈંડાંને હાથમાં પકડી રાખનાર વ્યક્તિ લખે છે કે સાપનાં બચ્ચાં જન્મતી વખતે ખૂબ જ સરસ લાગે છે. જોકે પોતાના જીવનની નવી શરૂઆત કરતી વખતે એ બચ્ચાને જરાય ખબર નથી હોતી કે એ કેવી ભયાનક દુનિયામાં પ્રવેશ કરી રહ્યું છે.

international news offbeat news national news