ટેબલ પર ફૂડ ફેંક્યું અને જાતે ખાવા લાગી, રૂડ વેઇટરનો વિડિયો વાઇરલ

11 January, 2023 11:37 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

તે ઑર્ડર ટેબલ પર રાખે છે અને વિડિયો રેકૉર્ડ કરી રહેલા ગ્રાહકને અશ્લીલ ઇશારો પણ કરે છે.

ટેબલ પર ફૂડ ફેંક્યું અને જાતે ખાવા લાગી, રૂડ વેઇટરનો વિડિયો વાઇરલ

કરેન્સ ડિનર નામની રેસ્ટોરાંની એક ચેઇન પોતાના શાનદાર બર્ગર અને રૂડ સર્વિસ માટે જાણીતી છે. આ ચેઇનની એક રેસ્ટોરાંનો એક વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે. કરેન્સ ડિનર ચેઇનની ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને યુકેમાં અનેક રેસ્ટોરાં છે. આ વાઇરલ વિડિયો ઑસ્ટ્રેલિયાની એક બ્રાન્ચમાં લેવામાં આવ્યો હતો. પંદર સેકન્ડના આ વિડિયોમાં એક કર્મચારી બર્ગર અને ચિપ્સ સહિત ફૂડનાં ત્રણ બાસ્કેટ લાવતી જોવા મળી હતી. તે ઑર્ડર ટેબલ પર રાખે છે અને વિડિયો રેકૉર્ડ કરી રહેલા ગ્રાહકને અશ્લીલ ઇશારો પણ કરે છે. એ પછી તે ગ્રાહક આ ફૂડ જમે એ પહેલાં જ એક અન્યન રિંગ લઈને એને સૉસમાં ડુબાડીને ખાય છે. આ ક્લિપને મૂળે ટિકટૉકર @larissacai દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. આ વિડિયોની સાથે લખવામાં આવ્યું હતું કે ‘કરેન્સ ડિનરમાં તેમણે કંઈક આ રીતે અમને ફૂડ સર્વ કર્યું. ફૂડ માટે એક કલાક રાહ જોવડાવ્યા બાદ આ રૂડ વેઇટરે એને ટેબલ પર ફેંક્યું અને અમારી અન્યન રિંગ ખાવા લાગી હતી.’ ટ‍્વિટર પર આ વિડિયોને ૫૦ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

offbeat news viral videos australia international news