13 August, 2025 06:57 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
છત્તીસગઢના એક પાર્કમાં જે મનોરંજક અને સાહસિક રાઈડ બનવાની હતી તે એક મહિલા માટે દુઃસ્વપ્ન બનવાની સાથે જીવનું જોખમ બની ગઈ હતી. એક મોટા ચગડોળ (જાયન્ટ વ્હીલ)ની સવારી કરતી વખતે, મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે ખુલ્લા કૅબિનમાંથી બહાર પડી ગઈ. સદનસીબે, તેણે કૅબિનનાં એક ભાગને પકડીને રહ્યો હતો જેણે લીધે તેનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન એક વ્યક્તિ જે જાયન્ટ વ્હીલનો સ્ટાફ હતો તેણે મહિલાને પડતા બચાવી લીધી હતી. આ ઘટના છત્તીસગઢના બાલોદાબજારના ભાટાપારામાં એક પાર્કમાં બની હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
મજાની રાઈડ જીવનો જોખમ બની
આખી ઘટના પાર્કમાં આવેલા લોકોએ કૅમેરમાં કેદ કરી હતી, અને ભયાનક દ્રશ્યો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા જાયન્ટ વ્હીલનાં બે કૅબિન વચ્ચે લટકી રહી છે. પોતાનો જીવ બચાવવા તે કૅબિનને સુરક્ષિત રીતે પકડવા માટે સંઘર્ષ કરી રહી છે અને, મદદ માટે બૂમો પણ પાડી રહી છે. પછી એક બહાદુર માણસ હિંમત કરે છે અને મહિલાની મદદ કરવા માટે ભેગા થયેલા ભીડમાંથી દોડે છે. અહેવાલ મુજબ, તે સ્ટાફ સભ્યોમાંથી એક હતો.
અહીં જુઓ વાયરલ વીડિયો
આ વ્યક્તિ કોઈપણ સુરક્ષા રક્ષકો વિના જાયન્ટ વ્હીલ પર ચઢે છે અને ફસાયેલી મહિલા સુધી પહોંચે છે. તે હાથ જોડીને મહિલાને દિલાસો આપે છે અને કાળજીપૂર્વક નીચે કૅબિનમાં જવા માટે કહે છે. પછી ફસાયેલી મહિલા તેનો હાથ પકડીને નીચે કૅબિનમાં કૂદી પડે છે. તેની હિંમતને કારણે, મહિલા કોઈપણ જીવલેણ ઈજાથી બચી ગઈ. આ બહાદુર સ્ટાફને નેટીઝન્સ દ્વારા તેની હિંમત માટે બિરદાવવામાં આવી રહ્યો છે. જો તે બચાવવા ન આવ્યો હોત, તો મહિલા 30 ફૂટથી પડી જાત અને કોઈ ગંભીર ઘટના બની શકી હોત.
બીજી ઘટનાઓ
રશિયાના નાલચિકમાં કબાર્ડિનો-બાલ્કેરિયા પ્રદેશમાં સ્થિત એક રિસોર્ટમાં એક ભયાનક ઘટના બની હતી, જ્યાં ઓછામાં ઓછા 20 લોકો સવાર હતા ત્યારે એક ચૅરલિફ્ટ તૂટી પડી હતી. અહેવાલ મુજબ, 8 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેબલ તૂટવાને કારણે ચૅરલિફ્ટ પડી ગઈ હતી. ત્યારબાદ ઘણી ખુરશીઓ નીચે તળાવમાં પડેલી જોવા મળી હતી. સાઉદી અરેબિયામાં પણ ગુરુવારે એક મનોરંજન પાર્ક રાઈડ ખરાબ થવાથી ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના તૈફના ગ્રીન માઉન્ટેન પાર્કમાં બની હતી. વીડિયોમાં રાઈડનાં બે ભાગમાં તૂટી ગયો છે. ઘટના સમયે, ઘણા યુવાનો અને મહિલાઓ સવારીનો આનંદ માણી રહ્યા હતા. ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે.