17 February, 2026 02:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક મહિલા તેના પતિના માથાની પૂજા કરતી જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે પુરુષનું આખું શરીર જમીનમાં દટાયેલું છે, ફક્ત તેનું માથું જ બહાર છે. વીડિયોમાં, મહિલા તેના પતિના માથાની પૂજા કરતી જોવા મળે છે, તેના માથાને શિવલિંગ માની તેની પૂજા કરી રહી છે. તે પતિના માથાને શિવલિંગ માની ફૂલો ચઢાવે છે અને દૂધથી અભિષેક કરે છે. તે ‘હર હર મહાદેવ! પણ કહે છે! તેનો પતિ એકદમ શાંત રીતે જમીનમાં દટાયેલો જોવા મળી રહ્યું, તે એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાં જ રહે છે. મહિલા એકદમ ગંભીરતાથી પૂજા કરતી જોવા મળે છે. તે પતિના માથા પર પહેલા ફૂલો ચઢાવે છે, પછી દૂધ રેડે છે અને મંત્રોચ્ચાર પણ કરે છે. તેનો પતિ પણ કોઈપણ પ્રતિકાર વિના પૂજામાં સામેલ થયેલો જોવા મળે છે. તે સ્પષ્ટ નથી કે આ કોઈ ખાસ પરંપરા છે, માત્ર મજાક માટે આવો વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી.
ઘણા લોકો વીડિયોના કમેન્ટ સૅકશનમાં હસવા લાગ્યા. એક યુઝરે લખ્યું, "મને સમજાતું નથી કે લોકો આવું કેમ કરે છે. તે સંપૂર્ણપણે મૂર્ખતાપૂર્ણ છે." કેટલાક લોકોએ મહિલાનું સમર્થન કરતા કહ્યું કે તે કોઈ પ્રદેશ કે સમુદાયની પરંપરા હોઈ શકે છે. એક યુઝરે લખ્યું, "દુનિયાના દરેક ધર્મ અને સમાજમાં અલગ અલગ રીતરિવાજો હોય છે. જો તમે દરેક રીતરિવાજ પર હસશો, તો તમે આખી જીંદગી હસતા રહેશો. તમારે એવી કોઈ વસ્તુથી પરેશાન ન થવું જોઈએ જે તમારી ચિંતા ન કરે." કેટલાક લોકોએ રમૂજી ટિપ્પણી પણ કરી. એક વાયરલ ટિપ્પણીમાં લખ્યું હતું કે, "આ સનાતન ધર્મ છે! આ પરંપરા છે! પતિ ભગવાન છે! આ અતુલ્ય ભારત છે!" આ વીડિયો કોઈ વાસ્તવિક પરંપરા અથવા ભક્તિનું સ્વરૂપ માટે બનાવવા આવ્યો છે કે ફક્ત વાયરલ થવા માટે બનાવવામાં આવ્યો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ તે ચોક્કસ છે કે તેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
આંધ્ર પ્રદેશમાં એક યુવાનને સપનામાં શિવજી આવ્યા અને તેને સ્ફુરણા થઈ કે તે અનોખું શિવલિંગ બનાવીને એની પૂજા કરે. સપનાને વાસ્તવમાં સાકાર કરવા માટે તેણે સિક્કામાંથી શિવલિંગ તૈયાર કરવાનું નક્કી કર્યું. તેણે એક-એક કૉઇનને ફેવિકૉલથી ચોક્કસ શેપમાં ચોંટાડીને શિવલિંગનો આકાર આપવાનું શરૂ કરી દીધું. ખાસ્સી મહેનતે તેણે લાંબા સમયનું પોતાનું સપનું સાકાર કર્યું હતું.