પ્લેટમાંથી ઉતરીને જાતે ચાલવા મંડ્યો ચિકન પીસ ! જુઓ વીડિયો

31 July, 2019 06:00 PM IST  |  મુંબઈ

પ્લેટમાંથી ઉતરીને જાતે ચાલવા મંડ્યો ચિકન પીસ ! જુઓ વીડિયો

શું તમે નોન વેજિટેરિયન છો ? શું તમે ચિકન ખાવ છો ? જો હા તો વિચારો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ચિકન ઓર્ડર કરો છો. ફૂડ તમારી પ્લેટમાં સર્વ થઈ જાય છે અને પછી અચાનક તમારી પ્લેટમાંથી ચિકન પીસ ઉછળીને બહાર નીકળી જાય છે, ટેબલ પર પડે છે અને છેલ્લે જમીન પર પડી જાય છે. તમને થશે કે શું ફેંકે છે ? પણ તમે આ વાત માનતા થઈ જશો જ્યારે તમે આ વાઈરલ વીડિયો જશો. જો કે ગુજરાતી મિડ ડે ડોટ કોમ આ વાઈરલ વીડિયો સાચો છે કે ખોટો તેનો કોઈ દાવો નથી કરતું.

પરંતુ આ વીડિયો જોઈને તમે ચોંકી જરૂર જશો. અમેરિકાના ફ્લોરિડાના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આવો જ વીડિયો શૅર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. લોકો આ વીડિયો જોઈને ચોંકી ઉઠ્યા છે. આ વીડિયોમાં દેખાય છે કે ટેબલ પર કાચા ચિકનની એક ડિશ મૂકેલી છે, અને તેમાંથી કાચા ચિકનનો આ ટુકડો પ્લેટમાંથી ઉછળીને પહેલા ટેબલ પર પડે છે અને પછી ફ્લોર પર પડી જાય છે.

અહીં જુઓ વીડિયો

આ વીડિયો ફ્લોરિડાના કે રી ફિલિપ્સે સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. જો કે આ વીડિયો કઈ રેસ્ટોરન્ટનો છે, તે વિશે કોઈ માહિતી સામે નથી આવી. આ વીડિયો અત્યાર સુધીમાં 19 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. અને બે લાખથી વધુ લોકો શૅર કરી ચૂક્યા છે. જો કે કેટલાક યુઝર્સ તેને સાચો ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ફૅક કહી રહ્યા છે.

offbeat news offbeat videos hatke news florida