Viral Video: આર્ટિસ્ટે રોડ ઉપર બનાવ્યું ટોઈલેટ, લોકો થયા કન્ફ્યુઝ

25 November, 2020 09:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video: આર્ટિસ્ટે રોડ ઉપર બનાવ્યું ટોઈલેટ, લોકો થયા કન્ફ્યુઝ

વીડિયોમાંથી લીધેલો ગ્રેબ

સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ આ વીડિયોને શૅર કર્યો છે. આ વીડિયોમાં એનામોર્ફિક ફ્લોર આર્ટનું એક શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યુ છે.

એક આર્ટિસ્ટે રસ્તા પર ટોઈલેટનું પેઈન્ટિંગ કર્યુ જે ત્રીડી પેઈન્ટિંગ જેવુ હતું. પહેલી નજરમાં જોતા એવુ જ લાગે કે અહીં ખરેખર ટોઈલેટ છે. વીડિયો જોઈને તમે પણ અચંબામાં પડી જશો.

એક ટ્વીટર યુઝર @RexChapmanએ આ વીડિયો શ્રર કરીને કૅપ્શન આપી, વાહ, આ અનમોરાફિક ફ્લોર આર્ટ છે.

આ વીડિયોને લાખોમાં વ્યૂ અને હજારોમાં લાઈક્સ મળી છે. આ ટ્વીટમાં લોકોએ રીટ્વીટ કરીને અન્ય આવા પ્રકારના આર્ટ પણ શૅર કર્યા હતા.

viral videos offbeat news offbeat videos